2500% રિટર્ન આપ્યા બાદ 73% સસ્તો થયો આ શેર, 28 રૂપિયા પર આવ્યો ભાવ

2500% રિટર્ન આપ્યા બાદ 73% સસ્તો થયો આ શેર, 28 રૂપિયા પર આવ્યો ભાવ

વર્ષ 2021માં મલ્ટીબેગર રિટર્ન આપનારો એક શેર ગયા વર્ષેથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. આ શેરે વર્ષ 2021માં 2500 ટકાનું ભારી રિટર્ન આપ્યું છે. વર્ષ 2022માં ભારતની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કંપનીઓમાંની એક રહી. અમે વાત કરી રહ્યા છીએ બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડના શેરની. જોકે, ગુરુવારના સેશનમાં આ શેરમાં સારી ખરીદી રહી. આ શેર 7 ટકાથી વધારે ચઢી ગયો હતો. તેમાં દિગ્ગજ રોકાણકાર શંકર શર્માનું મોટું રોકાણ છે.

બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડ એક IT ક્ષેત્રની કંપની છે. કંપનીની કુલ માર્કેટ વેલ્યુ 5922 કરોડ રૂપિયા છે. કંપનીના એક શેરની કિંમત 30 રૂપિયાની આસપાસ છે. બ્રાઇટકોમ ગ્રુપની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી.

ડેટા અનુસાર, 2022માં શંકર શર્માના શેરમાં લગભગ 73 ટકાનો કડાકો આવ્યો છે, જેનાથી તે S&P BSE 500 ઇન્ડેક્સ પર સૌથી ખરાબ પ્રદર્શન કરનારો બની ગયો છે. ગયા એક વર્ષમાં આ શેર 104 રૂપિયાથી લઇને તુટીને 28.20 રૂપિયા પર પહોંચી ગયો છે. શેરોમાં આ વેચવાલી ત્યારે શરૂ થઇ કે, જ્યારે બજાર રેગ્યુલેટરીએ ચિંતા વ્યક્ત કરી અને કંપનીએ કોઇ ખુલાસો અને નાણાંકીય લેવડ દેવડ રોકાણકારો માટે નુકસાનકારક રહ્યા છે.

SEBIએ ગયા વર્ષે બ્રાઇટકોમની નાણાંકીય ગતિવિધિઓનું ફોરેનસિક ઓડિટ કરવા માટે ડેલોયટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા LLPને નિયુક્ત કર્યા હતા. લુથરા એન્ડ લુથરા લો ઓફિસ ઇન્ડિયાના પાર્ટનર હરીશ કુમારે કહ્યું છે કે, SEBIને ઝડપથી આગળ વધવા અને પોતાની તપાસ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે.

જુલાઇથી સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટર માટે બ્રાઇટકોમ ગ્રુપની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, દિગ્ગજ રોકાણકાર શંકર શર્મા પાસે બ્રાઇટકોમ ગ્રુપના 2.50 કરોડ શેર છે, જે કંપનીના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનનું 1.24 ટકા છે. કંપનીના શેરોમાં આ કડાકાથી રોકાણકારોને લગભગ 129 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં સૌથી વધારે નુકસાન રિટેલ ઇનવેસ્ટર્સનું થયું છે, કે જેમની પાસે કંપનીના મેજોરિટી શેર હતા. માર્કેટ રેગ્યુલેટર SEBIએ ગયા વર્ષે બ્રાઇટકોમ ગ્રુપના ફાઇનાન્શિયલનું ફોરેન્સિક ઓડિટ પણ કરવામાં આવ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *