shree Ganeshji : નેગેટીવિટી દૂર કરવા આ ગણેશ પંડાલમાં કરાઈ છે ખાસ વ્યવસ્થા, તસવીરો જોઈ પ્રફૂલ્લિત થઈ જશે મન…
વડોદરા શહેરમાં એક એવા sri Ganeshji છે જેમના દર્શન કરવાથી તમારી અંદરની નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરવા લાગશો. મહારાષ્ટ્ર પછી વડોદરા એકમાત્ર એવું શહેર છે
જ્યાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. વડોદરા શહેર તહેવારો માટે પ્રિય શહેર છે તેથી અહીંના નાગરિકો તમામ તહેવારો ધામધૂમથી ઉજવે છે, આ વર્ષે પણ વડોદરા શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી છે.
શહેરના દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ આ મંડળ દ્વારા તમામ ભક્તોના કલ્યાણ અને આરોગ્ય માટે વિશેષ થીમ પર sri Ganeshjiની સ્થાપના કરવામાં આવી છે.
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે અગરબત્તી ભગવાનને ખૂબ જ પ્રિય છે કારણ કે આ અગરબત્તીની સુગંધ પર્યાવરણમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે. એટલા માટે ધાર્મિક પ્રસંગો દરમિયાન અથવા પૂજાના ઘરમાં હંમેશા અગરબત્તીઓ પ્રગટાવવામાં આવે છે.
આ પણ વાંચો : Mehsanaના ખેડૂતે શરૂ કરી ગુલાબની ખેતી, દર મહિને કરે છે એટલા લાખની કમાણી…
દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળ દ્વારા પણ આ વર્ષે લોકોના કલ્યાણ અર્થે અગરબત્તીની થીમ પર sri Ganeshjiને શણગારવામાં આવ્યો છે. આ ધાર્મિક મેળાવડાનો હેતુ એ છે કે શ્રીજીમાં સ્થાપિત કરાયેલી અગરબત્તીઓથી સમગ્ર શહેરમાં સકારાત્મકતાની સુવાસ પ્રસરે અને દર્શનાર્થે આવતા ભક્તોની અને સરવેની સુખાકારી રહે.
આ યુવા મંડળ દ્વારા sri Ganeshjiની મૂર્તિ પર અગરબત્તીઓ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દાતાઓના સહયોગથી એક લાખથી વધુ સુગંધિત અગરબત્તીઓ એકત્ર કરવામાં આવી હતી. ત્યારપછી આખી રાત શ્રીજીની મૂર્તિ પર ધૂપનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો.
અહીં સ્થાપિત sri Ganeshjiની મૂર્તિની પવિત્રતા જળવાઈ રહે તે માટે મંડળ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. મૂર્તિની સજાવટમાં વપરાતી તમામ ધૂપ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. તેથી શ્રીજીના આ મૂર્તિ ઉત્સવની ઉજવણીની સાથે સાથે પ્રકૃતિ સંરક્ષણનો વિશેષ સંદેશ પણ આપવામાં આવે છે.
more article : આ ગુફામાં આજે પણ છે શ્રીગણેશનું કપાયેલું માથું, અહીં જ છે કલયુગના અંતનું રહસ્ય