આ છે સુનિલ શેટ્ટીની અમદાવાદી પત્ની, ચલાવે છે કરોડોનો બિઝનેસ.

આ છે સુનિલ શેટ્ટીની અમદાવાદી પત્ની, ચલાવે છે કરોડોનો બિઝનેસ.

સુનિલ શેટ્ટીની લાડલી પુત્રી આથિયા અને કેએલ રાહુલનાં લગ્નની વિધિ ફાર્મહાઉસ ‘જહાન’માં થઈ હતી. આથિયા અને કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે જ સુનિલ શેટ્ટી રડી પડ્યો હતો. મહત્વની વાત એ છે કે, બોલિવૂડમાં ઘણાં સ્ટાર ફિલ્મો ઉપરાંત પોતાની મિલકત અને વૈભવી લાઇફસ્ટાઇલ માટે ઓળખાય છે. કેટલાક સ્ટાર્સની પત્ની તેમના પતિથી વધારે ધનવાન છે. બોલિવૂડના એક્ટરની પત્નીઓની જ્યારે પણ વાત થાય છે

તો તેમાં દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીનું નામ જરૂર ચર્ચાય છે. શું તમે જાણો છો સુનીલ શેટ્ટીની જેમ તેમની પત્ની ખૂબ જ જાણીતિ બિઝનેસવૂમન છે. સુનીલ શેટ્ટીની પત્નીએ ખૂબ જ રોકાણ કર્યું છે અને ઘણાં સેક્ટરમાં તેમનો વેપાર ફેલાયેલો છે. આજે અમે તમને સુનીલ શેટ્ટીની પત્ની માના સાથે જોડાયેલી વાતો જણાવીએ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માના શેટ્ટીની પોતાની એક ઓળખ છે. તે કોઈ સુપરવુમનથી ઓછી નથી. માના શેટ્ટી ભલે ફિલ્મી પડદા પર જોવા ન મળી હોય, પણ તે એક સારી બિઝનેસવુમન છે. એક સાથે તે જેટલાં બિઝનેસ સંભાળી રહી છે તેમના વિશે જાણી દરેક લોકો હેરાન રહી જશે. માના શેટ્ટી એક સફળ બિઝનેસવુમન છે. સાથે જ તે એક સફળ સોશિયલ વર્કર અને રિઅલ એસ્ટેટની ક્વિન પણ છે.

માના શેટ્ટીએ પોતાના પતિ સુનીલ શેટ્ટી સાથે મળી S2 નામથી એક રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ મુજબ તેમણે મુંબઈના ઘણાં લક્ઝરી વિલા બનાવ્યા છે. જે લગભગ 6500 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલાં છે. વિલામાં સુખ-સુવિધાની દરેક વસ્તુ હાજર છે. આ ઉપરાંત માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે. જેમાં શણગારથી દરરોજ ઉપયોગ થતી લક્ઝરી વસ્તુ સામેલ છે.

માના શેટ્ટી સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે. તે ‘સેવ ધી ચિલ્ડ્રન ઇન્ડિયા’ નામનું એક એનજીઓ સાથે જોડાયેલી છે. એનજીઓને ફંડ ભેગું કરવા માટે માના શેટ્ટી સમય-સમય પર ‘આરાઇશ’ના નામથી પ્રદર્શની પણ લગાવતી રહે છે અને જે રૂપિયા આવે છે તે છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાત માટે ઉપયોગ કરે છે. રિપોર્ટ મુજબ સુનીલ શેટ્ટી લગભગ વર્ષે 100 કરોડની કમાણી કરે છે અને તેમની આ કમાણીમાં તેમની પત્નીનો મહત્ત્વનો રોલ હોય છે.

સુનીલ શેટ્ટી પાસે એકથી એક ફ્લેટ, કાર, બાઇક અને રેસ્ટોરાં છે. આ ઉપરાંત તે એક પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે, પણ તેમની કમાણી પત્ની માના શેટ્ટી કરતાં ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, સુનીલ શેટ્ટીએ માના સાથે વર્ષ 1991માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ એકબીજાને ઘણાં સમય સુધી ડેટ કર્યાં હતાં. માના અને સુનીલ શેટ્ટીની જોડી બોલિવૂડની ચર્ચિત જોડીઓમાંથી એક છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *