કોટક બેન્ક, ટાટા મોટર્સ સહિત 7 શેરોમાં સોલિડ કમાણી શક્ય.
તાજેતરમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરનારી કંપનીઓએ બજારને સુખદ આશ્ચર્ય આપ્યું છે. દેશમાં વિદેશી કેપિટલનો ફ્લો વધ્યો છે અને રેટમાં વધારાની સાઈકલ પણ સ્થિર થઈ છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ્સે એવા 7 શેર સૂચવ્યા છે જેમાં રોકાણ કરવાથી આગામી દિવસોમાં સોલિડ કમાણી કરી શકાય છે. આ સ્ટોક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ, TCS સહિતના શેરો સામેલ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra)ના શેર માટે 1325 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપીને આ સ્ટોક ખરીદવા સલાહ અપાય છે. તેના માટે સ્ટોપલોસ રૂ. 1220 રાખી શકાય. ડેઈલી ચાર્ટ પર આ શેરમાં હેમર પેટર્ન છે અને મંદીનો ટ્રેન્ડ રિવર્સ થયો છે. આ સ્ટોક 1285ને પાર કરી જાય તો તેના માટે 1325ની સપાટી બહુ દૂર નથી.
કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank)ના શેર માટે 2040 રૂપિયાથી 2050 રૂપિયા સુધીનો ટાર્ગેટભાવ અપાય છે. આ શેરને 1895ના સ્ટોપલોસ સાથે ખરીદવો જોઈએ. વીકલી ચાર્ટ પર આ શેરમાં કોન્સોલિડેશન જોવા મળ્યું છે. એક્સપર્ટ કહે છે કે કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં 1920 રૂપિયાથી 1925 રૂપિયાની રેન્જમાં એન્ટ્રી કરી શકાય.
TCSના શેર માટે 3340 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવે છે. આ શેરને 3150ના ટાર્ગેટ સાથે ખરીદી શકાય. ટાટા ગ્રૂપનો આ શેર 3,071.50થી આગળ વધીને 3309 સુધી જઈ આવ્યા પછી પાછળ ખસ્યો છે. પરંતુ 3180થી 3200 પર તેમાં સપોર્ટનું લેવલ મજબૂત છે.
આનંદ રાઠી એન્ડ સ્ટોક બ્રોકર્સે તાજેતરમાં ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સના શેર ખરીદવા માટે સલાહ આપી છે. આ શેરને 125 રૂપિયાથી 135 રૂપિયાની રેન્જમાં ખરીદી શકાય. ફર્સ્ટસોર્સ માટે ટાર્ગેટભાવ રૂ. 155 રહેશે અને તેને 114ના સ્ટોપલોસ સાથે ખરીદવા સલાહ અપાય છે. તાજેતરમાં આ શેરમાં વોલ્યુમમાં તીવ્ર વધારો થયો છે.
આ લિસ્ટમાં દેખીતી રીતે જ ટાટા મોટર્સ (Tata Motors)ના શેરનો પણ સમાવેશ થાય છે. આ શેર માટે ટાર્ગેટભાવ રૂ. 575 આપવામાં આવે છે. ટાટા મોટર્સના શેરને 504ના સ્ટોપલોસ સાથે ખરીદી શકાય. આ શેર રાઈઝિંગ ટ્રેન્ડમાં છે અને છેલ્લા દોઢ મહિનામાં તેમાં સારી એવી રેલી આવી છે.
અન્ય એક ખરીદવા જેવો શેર અમરા રાજા બેટરીઝ (Amara Raja Batteries) છે જેના માટે બાઈંગ રેન્જ 635 રૂપિયાથી 640 રૂપિયા રહેશે. આ સ્ટોકનો ટાર્ગેટભાવ રૂ. 690 રૂપિયા આપવામાં આવે છે. અમરા રાજા બેટરીઝને 615ના સ્ટોપલોસ સાથે ખરીદી શકાય છે.
જુબિલન્ટ ફાર્મોવાના શેર માટે 340 રૂપિયાથી 350ની બાઈંગ રેન્જ આપવામાં આવી છે. આ શેર માટે ટાર્ગેટભાવ રૂ. 430 આપવામાં આવે છે. જુબિલન્ટ ફાર્માવોના શેરને 310ના સ્ટોપલોસ સાથે ખરીદી શકાય છે. વીકલી સ્કેલ પર આ કંપનીએ બુલિશ બેટ પેટર્ન બનાવી છે. આ શેર મે 2021માં 925 રૂપિયા સુધી ગયો હતો અને ત્યારથી તેમાં 71 ટકાનો ઘટાડો થયો છે.