Social media : 80 વર્ષનો દુલ્હો અને 34 વર્ષની દુલ્હન સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી કોર્ટમાં જઈને કરી લીધા લગ્ન..
Social media : મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં એક વૃદ્ધે પોતાના કરતાં અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. આ લગ્નમાં વરની ઉંમર 80 અને કન્યાની ઉંમર 34 છે.
Social media : મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં એક વૃદ્ધે પોતાના કરતાં અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. આ લગ્નમાં વરની ઉંમર 80 અને કન્યાની ઉંમર 34 છે. બંનેની મિત્રતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી.
વૃદ્ધે કોર્ટમાં કર્યા લગ્ન
જિલ્લાની સુસનેર કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો પરિસર ખાતે આવેલા હનુમાન મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી. અહીં જે થયું તે જોઈને લોકો ખુબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા. કારણ કે અહીં એક 80 વર્ષના વૃદ્ધે 34 વર્ષની મહિલાના ગાળામાં ફૂલનો હાર પહેરાવીને લગ્ન કરી લીધા.
મહરાષ્ટ્રના શીલા ઈંગલે સાથે કર્યા લગ્ન
જાણવા મળ્યું કે સુસનેર નજીક મગરિયા ગામમાં રહેતા બાલુરામ બાગરી (80)એ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી શીલા ઈંગલે (34) સાથે લગ્ન કર્યા છે. બંનેની સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થઈ અને પછી આ મિત્રતા લગ્નમાં પરિણમી. આ પછી બંનેએ કોર્ટમાં જઈને વકીલ મારફતે કોર્ટ મેરેજ માટેના દસ્તાવેજો જમાં કરાવ્યા.
આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…
હનુમાન મંદિરમાં કર્યા લગ્ન
આ પ્રસંગે મહિલા અને વૃદ્ધના પસંદગીના પરિચિતો પણ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન માટેની કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દંપતીએ કોર્ટ પરિસર ખાતે આવેલા હનુમાન મંદિરમાં એકબીજાને માળા પહેરાવીને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા.
આ પણ વાંચો : Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા
સોશિયલ મીડિયાથી થઈ ઓળખાણ
વાસ્તવમાં, દુલ્હા બનેલા બાલુરામ બાગરી આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આ દરમિયાન એક દિવસ તેમની શીલા ઈંગલે સાથે વાતચીત થઈ હતી. ઘણા દિવસો સુધી વાતચીત ચાલુ રહી. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા અને આજે તેઓ કાયમ માટે એકબીજાના બની ગયા.
more article : Health Tips : આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન..