ભાભીને કેન્સરની ગાંઠ હતી તેથી માં મોગલની માનતા રાખી અને સારું થઈ ગયું આટલું સાંભળતા મણિધર બાપુએ શું કહ્યું જાણો

ભાભીને કેન્સરની ગાંઠ હતી તેથી માં મોગલની માનતા રાખી અને સારું થઈ ગયું આટલું સાંભળતા મણિધર બાપુએ શું કહ્યું જાણો

નમસ્કાર દોસ્તો, આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જ્યાં ઘણા ચમત્કાર થાય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.આવું જ એક મંદિર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કબરાઉ નામનું એક ગામ આવેલ છે જ્યાં મા મોગલ હાજરાહજૂર બિરાજમાન છે.મા મોગલને ચરણે આવતા તમામ ભક્તોના દુ:ખ મા મોગલ દૂર કરે છે.

કબરાઉ મોગલધામમાં મણિધર બાપુ નામના ઋષિ જેઓ મા મોગલના ઉપાસક છે,જેમને લોકો ચારણઋષિ કહે છે.મંદિરે મા મોગલના દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી આવે છે.કહેવાય છે કે મા મોગલના ધામમાં માનતા રાખવાથી માનતા પરિપૂર્ણ થાય જ છે આવા તો એક નહીં અનેક દાખલા છે,મા મોગલે ભક્તોના દુ:ખડા દૂર કર્યા છે.

મંદિરે એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા જેમનું નામ ભરતભાઇ પંડ્યા છે,તેઓ રાજકોટના રહેવાસી છે.તેમણે ૫,૧૦૧ રૂપિયાની માનતા હતી, તેઓએ જણાવ્યુ કે, ભાભીને કેન્સરની ગાંઠ હતી એટ્લે મે મા મોગલની માનતા રાખી હતી,હવે સારું થઈ ગયું છે.

આટલું સાંભળતા જ મણિધર બાપુ એ કહ્યું કે, દવા કે દુવા,હું અંધશ્રદ્ધાનો જબદસ્ત વિરોધી છું,મણિધર બાપુએ કહ્યું કે ૫,૧૦૧ રૂપિયામાંથી અડધા અડધા રૂપિયા તમે તમારી બહેન-દીકરીને આપજો,મા મોગલે તમારી ૧૨૧ ગણી માનતા સ્વીકારી છે.માનતા પૂર્ણ કરી ભરતભાઇ પંડ્યાએ મણિધર બાપુ અને મોગલ માના આશીર્વાદ લીધા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *