કિયારા અડવાણી : લગ્ન પહેલા જેસલમેર પહોંચ્યા સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, તસવીરો થઈ વાયરલ
કિયારા અડવાણી : કિયારા અને સિદ્ધાર્થના લગ્નના ફંક્શન આજથી (4 ફેબ્રુઆરી) શરૂ થઈ રહ્યા છે. આ માટે બંને સ્ટાર્સ પોતાના પરિવાર સાથે જેસલમેર પહોંચી ગયા છે.
આ પણ વાંચો : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..કિયારા અડવાણી : મળતી માહિતી મુજબ બંનેના લગ્નના ફંક્શનમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. બંને સ્ટાર્સની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. જ્યાં કિયારા સફેદ ડ્રેસ અને ગુલાબી દુપટ્ટામાં સુંદર લાગી રહી હતી.
બીજી તરફ વરરાજા બનવા જઈ રહેલા સિદ્ધાર્થ પોતાના ડેશિંગ લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડેસ્ટિનેશન વેડિંગમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોયલ વેડિંગમાં 80 મહેમાનો હાજરી આપશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્ન વિધિ સંપન્ન થયા બાદ તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં સિદ્ધ કિયારા એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. આ સ્ટાર જોડીના ચાહકો પણ તેમને એકસાથે જોવા માટે ખુબ જ આતુર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં સિદ્ધાર્થ કિયારાને કિસ કરતો નજર આવે છે. કપલની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે. ચોતરફ સિદ્ધ-કિયારાની જ ચર્ચા થઇ રહી છે
જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ શેર શાહમાં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન જ બંને નજીક આવ્યા હતા. ફિલ્મમાં બંનેની જોડીને લોકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, અભિનેતાએ તેની ભાવિ પત્ની માટે કંઈક વિશેષ આયોજન કર્યું હોય તેવું લાગે છે. અભિનેતા હાલમાં પાલી હિલના બાન્દ્રાના આલીશાન પડોશમાં એક ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છે.
આ પણ વાંચો : અચૂક વાંચજો : દીકરી બોલી – મારે સાસુ સસરા સાથે નથી રહેવું, દરેક માતા પિતાએ સમજવા જેવો કિસ્સો…. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ હાલમાં જ ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સીધી OTT પર રિલીઝ થઈ હતી. જ્યારે કિયારા છેલ્લે ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ થિયેટરોમાં પણ રિલીઝ થઈ ન હતી અને સીધી OTT પર રિલીઝ થઈ હતી.
આ તસવીરમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. સિદ્ધાર્થ અને કિયારાએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્નના સાત ફેરા લીધા છે. લગ્ન પછી બન્નેની પ્રથમ તસવીર સામે આવી છે. સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં બન્ને ઘણા જ ખુશ જોવા મળી રહ્યા છે.
કિયારાએ પાઉડર પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન શેરવાની પહેરી હતી. સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે અમારી પરમેનેન્ટ બુકિંગ થઇ ગઇ. આ સાથે પ્રશંસકો પાસે નવા સફરના આશીર્વાદ પણ માંગ્યા છે.
આ સેલિબ્રિટી રહ્યા હાજર
સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર ગઈકાલે જ જેસલમેર પહોંચી ગયા હતા. રવિવારે રાતે ઈશા અંબાણી તેના પતિ સાથે પહોંચી હતી. આકાશ અને શ્લોકા પણ લગ્નમાં ભાગ લેવા જેસલમેર પહોંચ્યાં હતાં. ઈશા અને કિયારા સ્કૂલ ફ્રેન્ડ હોવાથી ઈશાને કિયારાના લગ્ન માટે સવિશેષ ઉમંગ છે.