Shubman Gill : 23 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારનાર શુભમન ગિલની પરિવાર સાથે ની સુંદર તસવીરો….

Shubman Gill : 23 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારનાર શુભમન ગિલની પરિવાર સાથે ની સુંદર તસવીરો….

Shubman Gill : ભારતમાં ક્રિકેટરોને લઈને ઘણો ક્રેઝ છે. ચાહકો તેમના મનપસંદ ક્રિકેટ વિશે બધું જાણવા માંગતા હોય છે. પોતાના મનપસંદ ક્રિકેટરની બાળપણથી લઈને મોટા થવા સુધીની સફર, તેની મુશ્કેલીઓ, તેનો પરિવાર, તેના મિત્રો અને પ્રેમ જીવન હંમેશા ચાહકોને આકર્ષે છે.

Shubman Gill
Shubman Gill

બાળપણમાં તમારો મનપસંદ ક્રિકેટર કેવો લાગતો હતો? ચાહકો આ બધું જાણવા આતુર છે. આજે અમે તમને તેજસ્વી ભારતીય ક્રિકેટર શુભમન ગિલના બાળપણની તસવીરો અને વાર્તાઓથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.

Shubman Gill
Shubman Gill

શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ ફાઝિલ્કા, પંજાબ, ભારતમાં થયો હતો. તેણે પંજાબના મોહાલીમાં આવેલી માનવ મંગલ સ્માર્ટ સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ કર્યું હતું. શુભમન બાળપણથી જ ક્રિકેટ રમી રહ્યો છે અને સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ તેની પ્રેરણા છે.

Shubman Gill
Shubman Gill

શુભમન ગિલના પિતા લખવિંદર સિંહ એક ખેડૂત હતા. પુત્રની ક્રિકેટ પ્રેક્ટિસ માટે તેણે ખેતરમાં જ મેદાન બનાવ્યું અને રમવા માટે ટર્ફ પિચ પણ બનાવી. લખવિંદર ત્યાંના ગામના છોકરાઓને તેના પુત્રની વિકેટ લેવા માટે પડકાર આપતો હતો અને જો તેઓ સફળ થાય તો તેના માટે તે તેમને 100 રૂપિયા આપતા હતા.

 આ પણ વાંચો : Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા.. ક્રિએટર્સને થશે મોટી કમાણી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી 3 મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ઓપનર શુભમન ગિલે ડબલ સેન્ચુરી ફટકારી હતી. શુભમને સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી હતી.
Shubman Gill
Shubman Gill

લખવિંદર સિંહના કહેવા પ્રમાણે, તેમણે પોતાના ગામમાં ખેતી છોડી દીધી અને પોતાના પુત્ર શુભમન ગિલને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા માટે મોહાલી ગયા હતા. ગિલે તેની શાળામાંથી થોડા વર્ષો સુધી કોચિંગ લીધું, ત્યારબાદ તેના પિતાએ તેને પંજાબ ક્રિકેટ એસોસિએશનની એકેડમીમાં મૂક્યો

Shubman Gill
Shubman Gill

તેમના જીવનના કેટલાક વર્ષો તેમના ગામમાં વિતાવ્યા છે. Shubman Gill ના પિતા પણ પ્રોફેશનલ ક્રિકેટર બનવા માંગતા હતા, પરંતુ એવું બની શક્યું નહીં. શુભમન ગિલના પિતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પુત્રને બાળપણમાં ખેતીમાં રસ હતો અને તે પણ ખેતી કરવા માંગતો હતો. શુભમન ગિલ આજે પણ પોતાના ગામ અને ખેતર સાથે લાગણીથી જોડાયેલા છે.

Shubman Gill
Shubman Gill

પિતા લખવિંદર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે Shubman Gill ત્રણ વર્ષની ઉંમરથી ક્રિકેટનો દિવાનો હતો. તેણે કહ્યું, “તે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમતો હતો. એ ઉંમરના બાળકો રમકડાં વડે રમતા. તેણે ક્યારેય આવી વસ્તુઓ માંગી નથી.

ન્યૂઝીલેન્ડ સામે આજથી વનડે સિરીઝની શરુઆત થઈ છે. આજે પ્રથમ વનડેમાં ભારતીય ટીમે પ્રથમ બેંટિગ કરીને મોટો સ્કોર ઉભો કર્યો છે. આ મેચમાં શુભમન ગિલે બેવદી સદી ફટકારી છે. આજની મેચમાં શુભમન ગિલની બેટથી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી હતી

: હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ વનડે મેચ શરુ થી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બેંટિગ પસંદ કરી હતી. શુભમન ગિલની આક્રમક રમતને કારણે ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન સાથે 349 રન બનાવ્યા હતા.

Shubman Gill
Shubman Gill

તેના માટે તે માત્ર બેટ અને બોલ હતા. તે બેટ અને બોલ સાથે સૂતો હતો.Shubman Gill પંજાબ તરફથી અંડર-16માં ડેબ્યૂ કર્યું હતું. તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અણનમ બેવડી સદી ફટકારી હતી.

Shubman Gill
Shubman Gill

2014 માં, તેણે પંજાબની આંતર-જિલ્લા અંડર-16 સ્પર્ધામાં 351 રન બનાવ્યા અને નિર્મલ સિંહ સાથે 587 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી કરી.શુભમન ગિલ ICC અંડર-19 વર્લ્ડ કપ 2018માં ભારત તરફથી રમ્યો હતો. ભારતે આ વર્લ્ડ કપ જીત્યો હતો.

Shubman Gill
Shubman Gill

આ જીતના હીરોની યાદીમાં શુભમન ગિલનું નામ સામેલ હતું. તેનું પ્રદર્શન એટલું શાનદાર હતું કે વિરાટ કોહલીએ તેના વિશે કહ્યું હતું – હું 19 વર્ષની ઉંમરે તેના કરતાં 10 ટકા પણ નહોતો.શુભમન ગિલે હવે માત્ર 23 વર્ષની ઉંમરમાં ભારત માટે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનું કારનામું કર્યું છે.

more article : દિકરી : જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *