જાણો કીર્તીદાન ગઢવી કેવી રીતે બન્યા સુપર સ્ટાર?
એક એવો કલાકાર જે ને પોતાના મીઠા કંઠના કામણથી સંગીતના ચાહકોના દિલમાં પોતાનું ચોક્કસ સ્થાન બનાવ્યું હોય એવો કલાકાર જેનો કંઠ રેલાય ત્યારે તમે જૂમી ઉઠો.
દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ કાઠિયાવાડના ઉચ્ચ કોટિના કલાકાર એવા કિર્તીદાન ગઢવી વિશે ગુજરાતના પ્રખ્યાત લોક ડાયરા ગીતો અને ક્લાસિકલ મ્યૂઝિક ગાયક એવા જાણીતા કલાકાર છે કહાની ની શરૂઆત થાય છે મધ્ય ગુજરાતના આણંદ તાલુકાના વાલવોદ નામના ગામથી 1975ની સાલમાં કિર્તીદાન નો જન્મ એક ગઢવી પરિવારમાં થયો તેમના પિતાનું નામ સ્વર્ગસ્થ સમરત દાન ગઢવી હતું.
તે પણ પ્રખ્યાત લોકગાયક હતા આથી કિર્તીદાન નો બાળપણ ઠીક સંગીત નો માહોલ રહ્યો હતો તેમને બાળપણથી જ સંગીત ક્ષેત્રમાં ખુબજ રસ હતો તેમના પિતાની સાથે શ્રોતા તરીકે ડાયરામાં જતા હતા, આમ પણ કિર્તીદાન ગઢવી ચારણ જ્ઞાતી થી આવે છે .
જે ચારણ જ્ઞાતિથી બિલોંગ કરે છે. અને ચારણો તો સરસ્વતી પુત્ર કહેવાય સંગીત તેમના રગેરગમાં હોય અને આમ કીરતીદાન ગઢવીને સંગીત નું ટેલેન્ટ ગરમાંથીજ મળેલું, કિર્તીદાન ની અભ્યાસની વાત કરીએ તો તેમને વલ્લભવિદ્યાનગરમાં 2 વર્ષ બીકોમ કર્યું, પણ તેમનું ભણવા માં નહિ પણ સંગીત માં રસ હતો તેથી તેમણે કોલેજમાં ભણવાનું છોડી દીધું હતું.
અને તેઓ સંગીત ક્ષેત્રમાં વધારે સમય આપવા લાગ્યા કિર્તીદાન ગઢવી નું પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ ખેડા જિલ્લામાં તારાપુર પાસે રમોદર ગામમાં ગઢવી સમાજ દ્વારા એક માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જ્યાં કીર્તીદન પ્રથમવાર ગીત ગાયેલું ત્યાં તેમને જ્ઞાતિના આગેવાનો સલાહ આપેલી છે અને તમારા માં સંગીત ની સારી સુજ છે,તમારે આ સંગીતના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ.
પછી પબ્લિકને સારો રિસ્પોન્સ મળવાથી તેમને સંગીત શીખવાની પ્રેરણા મળી તેમને એમ.એસ.યુનિવર્સિટીમાં સંગીત શીખવા માટે એડમિશન માટે એપ્લાય કર્યું તેમાં 800 એપ્લિકેશન માંથી માત્ર 20 વિદ્યાર્થીઓ લેવાના હતા તે વિદ્યાર્થીઓ માં થી પણ તેમનું સિલેક્શન થયું અને તેમણે એડમીશન મળી ગયું આમ તેમને પાંચ વર્ષ સંગીતનો અભ્યાસ કર્યો, એમ કરી એમણે માસ્ટર ઓફ પરફોરમિંગ આર્ટસ ની ડીગ્રી મેળવી જે સંગીત શેત્રમાં ની માસ્ટર ડિગ્રી હતી.
તેમણે ડિગ્રી હસિલ કર્યા બાદ તેમણે સંગીત ટીચર ની ભૂમિકા ભજવી હતી.જ્યારે તેઓ આ નોકરી કરતા હતા ત્યારે લોક સાહિત્યકાર ઈશરદાન ગઢવી તેમને ખુબજ સપોર્ટ કરતા હતા. તેમનો જ્યા પણ કાર્યક્રમ હોય ત્યાં કિર્તીદાન ગઢવી ને લઈ જતા હતા, ત્યાં જઈ ને કિર્તીદાન ગઢવી ગીતો ગાતા હતા, ત્યાં તમને એક નાઈટ ગીત ગાવા ના 400રૂપિયા મળતા હતા.
જ્યાં જ્યાં તે પ્રોગ્રામ માં જતા હતા ત્યાં ત્યાં એમણે વધુ પ્રમાણ માં પ્રેક્ષકો મળતા હતા. એમજ કાર્યક્રમ કરતા કરતા તેમણે પુબ્લિક ઓળખવા લાગી, અને ફેન ફોલોવિંગ વધતો ગયો, એમ જોવા જઈએ તો જયદેવ ગઢવીનો પણ કિર્તીદાન માં સફળતા માં ખૂબ મોટો ભાગ રહેલ છે. આ પછી તો કિર્તીદાન ગઢવી એક પછી એક મોટા ડાયરા કરતા ગયા અને તેમનું ફેન ફોલોવિંગ પણ એમજ વધતું ગયું. લોકો નો સાથ સહકાર મળતો ગયો.
તેમણે એક પછી એક હિટ સોંગ પણ ગાયા હતા, એમાંથી અમુક નામ તમને જણાવીએ “હે જગ જનની” “કિર્તીદાન ગઢવી નો ટહુકાર ૧-૯ ભાગ” અને અન્ય ગણા બધા એવા ગીતો જે એમના સુપર ડુંપર હિટ ગયા હતા અને ખુબજ નામના મેળવી હતી.
તો તમને આ જાણકારી કેવી લાગી એમણે કૉમેન્ટ માં જરૂર થી જણાવશો અને તમને તેમના કયા સોંગ વધારે ગમે છે તેપણ જરૂર થી જણાવશો.