શું તમે જાણો છે ઠંડા-પીણાં પીવાથી શરીરની અંદર શું થાય છે તેની અસર, જાણી ને થઇ જશો હેરાન-પરેશાન….
કોલ્ડડ્રીંકસ એ અત્યારે દરેક લોકોનું મનપસંદ પીણું છે તે બધા લોકોને પીવાની ગમે છે કોલ્ડડ્રીંકસ ગમેતેવી હોય કોઇભી કંપની ની હોય તે નાના થી માંડી મોટી ઉંમરના દરેક લોકોની પંસન્દ છે તે ગમેતે કંપની ની હોય પણ તે આપણા સ્વાસ્થ માટે ખુબ હાનિકારક હોય છે તો પણ તેને પીવા વાળા લોકો નો વર્ગ દિવસે દિવસે વધતો જાય છે ટેલિવિઝન પર બતાવામાં આવતી ઠંડા પીણાં મન લોભામણી એડ અને આપણા આજુબાજુ કોલ્ડડ્રીંકસ ની મજા માનતા લોકો આ બધું જોઈએ ને આપણે ને પણ કોલ્ડડ્રીંકસ પીવાનું મન થઇ જાય છે એમાં પણ ઉનાળા ની ગરમી માં લોકો પોતાની પ્યાસ બુજાવવા તથા શરીર માં ઠંડક માટે કોલ્ડડ્રીંક નું સેવન કરતા હોય છે.
કોલ્ડડ્રીંકસની અંદર પાણી અને એસિડિક દ્રવ્ય હોય છે જે શરીર માટે ખુબ નુકશાન કારક હોય છે તે શરીર ને ઠંડુ કરવાની જગ્યા એ પેટ ની અંદર એસિડ અને સુગર લેવલ ઝડપથી વધારે છે જે લોકો કોલ્ડડ્રીંકસ વધારે પ્રમાણ માં પીવે છે તેમને ખબર પણ નથી હોતી કે તેમના શરીર માં આવેલી બીમારી નું મુખ્ય કારણ કોલ્ડડ્રીંકસ હોય છે કોઈ પણ વસ્તુ વધુ પડતા સેવન થી તે શરીર માં તેની આડ અસર દેખાડે છે તો આજે આપણે જાણીશું કોલ્ડડ્રીંકસ પીવાથી શરીર માં શું નુકશાન થાય છે.
કોલ્ડડ્રીંકસ એક ૩૦૦ml બોટલ માં લગભગ ૩૦-૪૫ ગ્રામ સુગર હોય છે એક ગ્લાસ કોલ્ડડ્રીંકસ પીવા થી આપણા શરીર ની આઠ થી દસ ચમચી જેટલી ખાંડ જાય છે જે શરીર ની અંદર સુગર લેવલ વધારવાનું કાર્ય કરે છે આખા દિવસ ની અંદર જેટલી સુગર શરીર ને જોઈએ તેટલી સુગર કોલ્ડડ્રીંકસ ફક્ત ૧૦ મિનિટ માં વધારી દે છે લેકિન મોટા ભાગ ના લોકો ને વધારે પડતું ગળ્યું ખાવા થી પેટ ભરેલું ભરેલું લાગે છે લેકિન આટલી બધી ખાંડ એક સાથે અંદર જતી રહેતો આપણે ઉલ્ટી કરવાનું મન થાય છે કોલ્ડડ્રીંકસ માં આટલી બધી ખાંડ હોય છે તો પણ આપણા શરીર માં એવું થતું નથી કારણ કે કોલ્ડડ્રીંકસ ની અંદર વધારે પડતી માત્ર માં ફૉસફોરિક એસિડ ઉમેરવા માં આવે છે જે મીઠાસ ઓછી કરવા નું કામ કરે છે.
કોલ્ડડ્રીંકસ પીવાના અડધા એક કલાક પછી સુગર ની પ્રમાણ ખુબ ઝડપથી વધવા લાગે છે તેના લીધે શરીર ની ચરબી વધવા નું ચાલુ થાય છે શરીર નું બ્લડ પ્રેશર વધારે છે કોલ્ડડ્રીંકસ શરીર ની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે જેવા તત્વો નો નાશ કરે છે.