Shribai Mataji : તાલાળામાં આવેલું છે શ્રીબાઈ ધામ, ધર્મને બચાવવા થયા હતા પ્રગટ, પરચા પૂરી કર્યા અદભૂત ચમત્કારો

Shribai Mataji : તાલાળામાં આવેલું છે શ્રીબાઈ ધામ, ધર્મને બચાવવા થયા હતા પ્રગટ, પરચા પૂરી કર્યા અદભૂત ચમત્કારો

Shribai Mataji : ગીરના તાલાળા ખાતે આવેલું શ્રીબાઈ ધામ અતિ પ્રાચીન સ્થાન છે. સૌરાષ્ટ્રની ભૂમી સંત-સુરા અને સતીઓની ભૂમિ છે. સંત-સૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. ગીર સોમનાથના તાલાળા ખાતે ભકત પ્રહલાદના આદ્યગુરૂ તરીકે ઓળખાતા પ્રથમ યુગના ભકત શિરોમણી શ્રીબાઈ માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલુ છે. મંદિરનો વર્તમાન સમયમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે નાગર શૈલીમાં બનાવવામાં આવેલુ નવ નિર્મિત મંદિર દિવ્ય, ભવ્ય અને કલાત્મક છે.

ભકત પ્રહલાદના આદ્યગુરૂ

Shribai Mataji : ગીરના તાલાળા ખાતે આવેલું શ્રીબાઈ ધામ અતિ પ્રાચીન સ્થાન છે. સૌરાષ્ટ્રની ભૂમી સંત-સુરા અને સતીઓની ભૂમિ છે. જયાં ગરવો ગીરનાર રૈવતક પર્વત અને પ્રભાસક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બીરાજમાન છે. તે જ વિસ્તારમાં શ્રીબાઈ માતાજીનો આશ્રમ તાલાળા ખાતે આવેલો છે. જંગલની વનરાઇથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથ ત્રીવેણી સંગમમાં મળતી હિરણાવતી હીરણનદીના પાવનતટ પર તાલાળા ગીરમાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઈ માતા સેજુબાઇ અને પિતા રિધ્ધેશ્ર્વરના ઘરે મહાસુદ બીજને દિવસે પ્રગટયા હતા.

આ પણ વાંચો  : Astro Tips : જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે

શ્રીબાઈ માતાજીનુ ઐતિહાસિક મંદિર

Shribai Mataji : સતયુગમાં રાજા હિરણ્ય કશ્યપુને બ્રહમાજીની તપસ્યાને કારણે અમર થવાનુ વરદાન મળ્યુ હતુ. જમીન પર કે આકાશમા, ઘરમા કે બહાર, રાત કે દિવસ,ન પ્રાણી કે મનુષ્ય કે પછી પક્ષીઓથી, ન અસ્ત્ર કે શસ્ત્રથી મૃત્યુ ન થાય તેવુ વરદાન મેળવી રાજા હિરણ્ય કશ્યપુએ રાજયની જનતા પર અત્યાચાર શરુ કર્યા હતા. ધર્મકાર્યો પર અને ભગવાનના નામ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ સમયે શ્રીબાઇ માતાજીએ અને સિધ્ધેશ્ર્વર દંપતીએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોયરૂ ગળાવી છાની છાની ભકિત સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર, પ્રસાર કરી સનાતન ધર્મની જયોતિને જલતી રાખી હતી.

નિંભાડાનુ સ્થાન Shribai Mataji કુંડ છે

Shribai Mataji : શ્રીબાઈ માતાજીએ સળગતા નિંભાડામાંથી બિલાડીના બચ્ચાંને જીવનદાન અપાવી ભક્ત પ્રહલાદને શ્રીહરીની પ્રતિતી કરાવી હતી. ભકત પ્રહલાદને ધમઁનો ઉપદેશ આપ્યો હતો. ભકત પ્રહલાદના ગુરૂ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટદેવી અને ગૌરવ છે. દેશ વિદેશથી ભાવિકો શ્રી બાઈ માતાજીના મંદિરે આવે છે. બાજુમાં હિરણેશ્ર્વર મહાદેવનુ પ્રાચીન મંદિર છે જયાં નિંભાડાનુ સ્થાન શ્રીબાઇ કુંડ છે. અહીં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી વાસણને ઠંડા રાખે છે. આજે પણ ગૌમુખી ઘાટ અવિરત વહી રહ્યો છે જે અદભૂત ચમત્કાર છે. અઢારે વર્ણની આસ્થાનુ પ્રતીક શ્રીબાઈ ધામનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે.

પંચધાતુથી બનાવવામાં આવ્યો છે ઘંટ

Shribai Mataji : કલાત્મક કોતરણી સાથે સોમનાથ મંદિર જેવુ આબેહૂબ મંદીર બનાવવામા આવ્યું છે. જેમાં પ્રદર્શન હોલ, શ્રીબાઈ કુંડ, ભોજનાલય, ગૌશાળા, ધમઁશાળા વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યા છે. નાગર શૈલીના આ મંદિરમાં એક પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તાલાળા શ્રીબાઈ ધામ ખાતે ચાર હજાર કિલોના પંચધાતુથી બનેલા ઘંટનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઘંટને વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. જેની પહોળાઈ અને લંબાઈ સાત થી આઠ ફૂટની છે.

more article : HEALTH TIPS : માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *