Shri Krishna : મહાભારત બાદ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું શું થયું તે તમે જાણો છો? જાણો અત્યારે ક્યાં છે….
મહાભારત યુદ્ધમાં ભગવાન Shri Krishna એ માત્ર ધર્મ અને ન્યાયનાં પક્ષમાં જ બધા નિર્ણય લીધા હતાં. ભલે પછી તે છળપુર્વક કર્ણ પાસે કવચ અને કુંડળ લેવાની યોજના હોય કે પછી દુર્યોધનને તેની માતા ગાંધારીની સામે નિ-વસ્ત્ર ના જવા દેવું કારણ કે જો શ્રી કૃષ્ણ એવું ના કરત તો ક્યાંક ને ક્યાંક કૌરવનું હિત થાત અને જો એવું થાય તો પાંડવોની સાથે ઘોર અન્યાય થવું નિશ્ચિત હતું.
આખા યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી પરંતુ ઇતિહાસમાં સૌથી શક્તિશાળી શાસ્ત્રમાંથી એક સુદર્શન ચક્ર હોવા છતાં પણ તેમણે એકવાર પણ આ શસ્ત્ર ચલાવ્યું નહોતું.
કારણ કે Shri Krishna જાણતા હતાં કે જો સુદર્શન ચક્રનો પ્રયોગ કરવામાં આવે તો વિપક્ષનો વિનાશ નિશ્ચિત છે અને ભગવાન શ્રી કૃષ્ણ બન્ને પક્ષોને અવસર આપવા માંગતા હતાં. સુદર્શન ચક્ર જેનાં પર પણ ચલાવવામાં આવતું હતું, તે તેનો વધ કરીને જ પરત આવતું હતું. તે માત્ર મનમાં વિચાર કરવાથી શત્રુ પર પ્રહાર કરી દેતું હતું અને વધ કર્યા વગર પરત આવતું નહોતું. સુદર્શન ચક્રનું નિર્માણ કોણે કર્યું તે બાબતમાં વિભિન્ન પુરાણોમાં અલગ-અલગ મત છે પરંતુ આ લેખમાં અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણ બાદ સુદર્શન ચક્ર આખરે ક્યાં ગયું?.
સુદર્શન ચક્ર નું ધારણ
સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુની તર્જની આંગળી પર જોવા મળે છે. ભગવાન શ્રી વિષ્ણુ એ સુદર્શન ચક્ર દ્વારા અનેક રાક્ષસો નો વધ કર્યો હતો. સુદર્શન ચક્રની વિશેષતા એ હતી કે તે આંગળી પર ઝડપથી ફરવા પર વાયુનાં પ્રવાહની સાથે વધારે વેગ થી અગ્નિ પ્રજવલિત કરીને શત્રુને ભસ્મ કરી દેતું હતું. તેનાં નામ માત્રથી જ શત્રુ સેનામાં ભય વ્યાપી જવા માટે પર્યાપ્ત હતું.
સુદર્શન ચક્રને ભગવાન શ્રી વિષ્ણુ તથા તેમના અવતાર ભગવાન Shri Krishnaએ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુદર્શન ચક્ર માત્ર ભગવાન શ્રી વિષ્ણુનાં અવતારને જ પ્રાપ્ત થાય છે કારણ કે જો બધાને આ અસ્ત્ર ચલાવવાની જાણકારી હોત તો સંભવ હતું કે તેનો દુરુપયોગ કરવામાં આવત.
આ પણ વાંચો : India જો ભારત થયુ તો કયા અને કેટલા દસ્તાવેજ બદલવા પડશે? જાણો
સુદર્શન ચક્રની સંરચના
તેની સંરચના અત્યંત જટિલ છે. અમુક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિશ્વકર્માએ સુર્યના તેજ થી ત્રણ વસ્તુઓનું નિર્માણ કર્યું હતું. સુદર્શન ચક્ર, પુષ્પક વિમાન અને ત્રિશુળ. વળી અમુક પૌરાણિક માન્યતાઓ અનુસાર તેનું નિર્માણ મહાદેવ એ કર્યું હતું અને તેમણે જ આ શસ્ત્ર ભગવાન શ્રી વિષ્ણુને આપ્યું હતું.
એકવાર જરૂર પડવા પર શ્રી વિષ્ણુએ આ ચક્ર માતા પાર્વતીને આપ્યું હતું અને માતા પાર્વતીજીની કૃપાથી તે ભગવાન Shri Krishnaને પ્રાપ્ત થયું હતું. એક અન્ય માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર ભગવાન પરશુરામ દ્વારા પ્રાપ્ત થયું હતું અને અત્યાર સુધી જોકે ભગવાન શ્રી કૃષ્ણ બાદ શ્રી વિષ્ણુનો કોઈ અવતાર થયો નથી તો પ્રશ્ન એ આવે છે કે શ્રી કૃષ્ણ બાદ સુદર્શન ચક્રનું શું થયું અને તે કોની પાસે ગયું?.
આખરે ક્યાં ગયું સુદર્શન ચક્ર
તેનાં ઉત્તરમાં ભવિષ્ય પુરાણમાં એક ઉલ્લેખ છે, જેનાં અનુસાર ભગવાન Shri Krishna આ સંસારમાંથી અદ્રશ્ય થયા બાદ સુદર્શન ચક્ર તે સ્થાન પર ધરતીમાં સ્વતઃ દટાઈ ગયું અને જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતારનાં રૂપમાં પુન: આ સંસારમાં આવશે ત્યારે તે સુદર્શન ચક્રને ધારણ કરશે. ઋગ્વેદમાં ભગવાન શ્રી વિષ્ણુનાં સુદર્શન ચક્રનું તાર્કિક વર્ણન કરવામાં આવ્યું છે.
જેનાં અનુસાર સુદર્શન ચક્ર કોઈ ભૌતિક શાસ્ત્ર નથી પરંતુ અપિતું સમયનું ચક્ર છે અને તે એટલું શક્તિશાળી છે કે સમયને પણ બાંધી શકે છે. આ તર્ક પરથી અમુક ઉદાહરણ પણ ઉલ્લેખનીય છે. જેમ કે મહાભારતમાં અર્જુને સુર્યાસ્ત પહેલાં જ જયદ્રથનો વધ કરવાનો પ્રણ લીધો હતો પરંતુ જ્યારે ભગવાન Shri Krishna ને જ્ઞાત થયું હતું કે સમય નીકળી રહ્યો છે અને અર્જુનનો આ પ્રણ તુટી શકે છે ત્યારે તેમણે સુદર્શન ચક્ર દ્વારા સુર્યને ઢાંકી લીધા હતાં.
મહાભારતનાં સમયમાં જ્યારે ભગવાન Shri Krishna એ અર્જુનને વિરાટ સ્વરૂપનાં દર્શન આપ્યા ત્યારે પણ તેમણે સુદર્શન ચક્રની મદદથી સમયને રોકી લીધો હતો અને આ સમયમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જો આ દ્રષ્ટિથી જોવામાં આવે તો સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુનું ગુણ છે અને તે જ્યારે ઈચ્છે ત્યારે તેને પ્રગટ કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુની કુંડલિની શક્તિ છે.
more article : Shri Krishna : આ વૃક્ષ, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ માતા યશોદાને આખું બ્રહ્માંડ બતાવ્યું હતું, જાણો કયું વૃક્ષ હતું તે?