Shri kastabhanjandev Dada : શ્રાવણ માસ-સોમવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપનો શણગાર..
જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. અહિ મંદિર તંત્ર દ્વારા તમામ તહેવારો પર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજી દાદાને દરરોજ અલગ અલગ વાઘાઓ તેમજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ત્યારે અહીં હનુમાન દાદાને દાદાને દિવ્ય વાઘા ધરાવી શિવસ્વરુપનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.04-09-2023ને સોમવારના રોજ શ્રાવણ માસ નિમિત્તે Shri kastabhanjandev Dada ને દિવ્ય વાઘા ધરાવી શિવસ્વરુપનો ભવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.
શ્રાવણ માસ દરમિયાન મંદિરના પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવનુ પૂજન -આરતીનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
આ પણ વાંચો : Sawan Maas માં ભૂલથી પણ ન કરો 5 કામ, મહાદેવ થઈ શકે છે ક્રોધિત, ભોગવવું પડી શકે છે નુકસાન
આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન મંદિરના પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવનુ પૂજન -આરતીનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.
થોડા દિવસો પહેવલા યાત્રાધામ સાળંગપુરધામ Shri kastabhanjandev Dadaમંદિરે આજે શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારની રાખડીઓનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શને ઉમટયા છે અને દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તો આનંદિત થયા હતા. કષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપનો શણગાર કરાયો