shree Krishna : શરીરમાંથી જીવ નીકળતા સમયે કેટલો દુખાવો થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ સમયે ડરશો નહિ તો દુખાવો નહિ થાય
આ સંસારમાં સમસ્ત પ્રાણીઓ મૃ-ત્યુથી ભયભીત રહે છે. તેમાંથી મનુષ્ય નામક પ્રાણીને મૃ-ત્યુનો ભય સર્વાધિક અનુભવ કરાવે છે. જાણો ક્યારે અને ક્યાં રૂપમાં મૃ-ત્યુ આવીને પ્રાણીને દબોચી લે છે તે કોઈ નથી જાણતું.
આપણા ધર્મગ્રંથોમાં મૃ-ત્યુનું એવું ભયાનક વર્ણન કરવામાં આવ્યું છે, જેને વાંચીને વ્યક્તિનાં રૂંવાડા ઉભા થઈ જાય છે. મૃ-ત્યુનાં સમયે શરીરમાંથી પ્રાણ નિકળવાની પ્રક્રિયા ખુબ જ ભયાનક બતાવવામાં આવી છે. મૃ-ત્યુનાં તરત બાદ વૈતરણી નદી પાર કરવામાં અસીમ કષ્ટોનું વર્ણન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ કર્મોનાં ફળ અનુસાર સ્વર્ગ અને નરક ભોગવવાની વાત કહેવામાં આવી છે. સ્વર્ગ મળે તો સારું નહિતર નરકનાં કષ્ટો વધારે ભયાનક જણાવવામાં આવ્યા છે. સ્વર્ગ અને નરક ભોગવવાનો સમયગાળો પુરો થયા બાદ ફરીથી માતાનાં પેટમાં નવ મહિના ઉંધા લટકીને કષ્ટ ભોગવવાની વાતો કહેવામાં આવી છે.
સંસારમાં મોટાભાગનાં લોકોને એવું કહેતા હોય છે કે આજ સુધીમાં કોઈએ પણ મૃ-ત્યુ બાદ પરત આવીને જણાવ્યું નથી કે મૃ-ત્યુનાં સમયે કેટલું કષ્ટ ભોગવવું પડે છે પરંતુ મૃ-ત્યુ વાળા વ્યક્તિનાં ચહેરા પર સ્નાયુઓનાં તણાવથી અનુભવ કરી શકાય છે કે મૃ-ત્યુ સમયે અપાર કષ્ટ થાય છે.
જોકે વાસ્તવિકતા એ છે કે અમુક લોકો મૃ-ત્યુ બાદ ફરીથી પોતાનાં દેહમાં પરત ફરે છે. અમુક લોકો મૃ-ત્યુનાં ૪-૫ કલાક બાદ અર્થી માંથી બેઠા થાય છે તો અમુક લોકો સ્મશાને પહોંચીને જીવિત થાય છે.
શરીરમાં આવતા વ્યક્તિઓ જાતે પોતાનાં અનુભવ સંભળાવે છે પરંતુ તેમણે ક્યારેય જણાવ્યું નથી કે મૃ-ત્યુ સમયે તેમને ભયંકર દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. તે મૃ-ત્યુનાં સમયથી લઈને શરીરમાં પરત આવવાનાં સમય વચ્ચેનો ઉલ્લેખ એક રોચક સપના સમાન કરે છે.
પોતાનાં મૃ-ત અવસ્થામાં તે કોઈ યાત્રાનો ઉલ્લેખ કરે છે. કોઈને મળવાનો ઉલ્લેખ કરે છે તથા કોઈ વ્યક્તિ દ્વારા અમુક લોકોને આદેશ આપવાનો ઉલ્લેખ કરે છે કે આ વ્યક્તિનાં મૃ-ત્યુનો સમય થયો નથી એટલા માટે તેને ફરીથી તેનાં શરીરમાં મુકી આવો.
ક્યારેય પણ કોઈએ મૃ-ત્યુનાં સમયે કે પછી શરીરમાં પાછા ફરતા સમયે કોઈ દુખાવાનો અનુભવ થયાનો ઉલ્લેખ કર્યો નથી. હા, તે એક ધક્કો લાગવા, જેવાં અનુભવ જરૂર કરે છે.
આ પણ વાંચો : Bank Holiday : ઓક્ટોબર મહિનામાં આવશે અનેક તહેવારો, 16 દિવસ બેન્ક રહેશે બંધ..
આપણા ધર્મગ્રંથોમાં મૃ-ત્યુ સમયે જે દુખાવો થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે લોકોને નૈતિકતાનાં માર્ગ પર ચાલવા માટે જણાવવામાં આવેલો એક કાલ્પનિક ભય હોય છે. તે હકીકત હોતી નથી. હકિકતમાં મૃ-ત્યુ એક દર્દરહિત પ્રક્રિયા છે.
જે પ્રકારે કોઇ ઓપરેશન પહેલા આપણને ખુબ જ ડર લાગે છે પરંતુ ઓપરેશન સમયે એનેસ્થેસિયા આપવાનાં કારણે દુખાવાનો અનુભવ પણ થતો નથી. તે પ્રકારે જ પ્રકૃતિ મૃ-ત્યુ સમયે જીવાત્માને વિશેષ પ્રકારથી એનેસ્થેસિયા આપે છે, જેનાં કારણે ના તો શરીરને દુખાવો થાય છે અને ના તો શરીર છોડીને જવા વાળા જીવાત્માને.
જે લોકોનાં ચહેરાનાં સ્નાયુઓમાં મૃ-ત્યુ સમયે કે પછી પણ તણાવ દેખાય છે, તે મનુષ્ય દ્વારા મૃ-ત્યુનાં સમયે ભોગવેલી દર્દનાક સ્થિતિનાં કારણે થતો નથી પરંતુ મૃ-ત્યુ પહેલા તેમના મનમાં મૃ-ત્યુનો ભય હોય છે, તેનાં કારણે તેમનાં ચહેરાનાં સ્નાયુઓમાં તણાવ આવી જાય છે. તેને એ રીતે સમજી શકાય છે કે બે બાળકોને એક જ પ્રકારનાં ઇન્જેક્શન લાગવા પર એક બાળક ચીસ પાડીને આખું વાતાવરણ ગજવી દે છે.
જ્યારે બીજો બાળક આરામથી ઇન્જેક્શન લગાવી લે છે. પહેલું બાળક જે ઇન્જેક્શન લગાવવા પર ચીસો પાડે છે, તે એ સમયે રડવા લાગે છે, જે સમયે તેને ખબર પડે છે કે તેને ઇન્જેક્શન લગાવવાનું છે. બરાબર આ સ્થિતિ મૃ-ત્યુનાં સાથે પણ હોય છે. આપણે મૃ-ત્યુનાં ભયથી સ્વયંને એટલા ભયભીત કરી લઈએ છીએ કે આપણા ચહેરાનાં સ્નાયુઓ તે પ્રકારે ખેંચાઈ જાય છે, જે પ્રકારે કષ્ટમાં ખેંચાવા જોઈએ.
અન્ય એક ઉદાહરણ લઈએ. એક વ્યક્તિને કોઈ દેશનાં ન્યાયાલયમાં મૃ-ત્યુ દંડ આપવામાં આવ્યો. વૈજ્ઞાનિકોએ તેની સાથે એક પ્રયોગ કર્યો. તેને એક કોબરા સાપ બતાવીને કહેવામાં આવ્યું કે એક મહિના બાદ તને આ કોબ્રાનાં ડંખથી મારવામાં આવશે. તે વ્યક્તિને દરરોજ તે કોબ્રા બતાવવામાં આવ્યો તથા એક મહિના બાદ તેની આંખો પર પટ્ટી બાંધીને તેને માત્ર બે સોય લગાવવામાં આવી. સોય લાગવાની સાથે જ છે તે વ્યક્તિ તડપવા લાગ્યો અને થોડા સમયમાં જ મૃ-ત્યુ પામ્યો. તેનું શરીર પણ બરાબર એવી રીતે જ લીલું પડી ગયું, જાણે કોઈ સર્પદંશનાં સમયે થાય છે.
વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવા પર જાણવા મળ્યું કે તે વ્યક્તિનાં શરીરમાં તે ઝેર મળી આવ્યું હતું, જે કોબ્રા સાપ માં હોય છે. મૃ-તક વ્યક્તિનાં શરીરમાં ઝેર ક્યાંથી આવ્યું?. જો કે તેને સર્પદંશ તો લગાવવામાં જ નહોતો આવ્યો?. નિશ્ચિત રૂપથી તે ઝેર તે વ્યક્તિનાં મનમાં બેસેલા ડર એ ઉત્પન્ન કર્યું હતું. મૃ-ત્યુની બાબતમાં પણ બરાબર આવું જ થાય છે. મૃ-ત્યુ આપણને દુખાવો નથી આપતું. આપણે સ્વયં પોતાને દુખાવો આપવા માટે જીવનભર તૈયાર કરીએ છીએ.
more article : Shri Krishna : મહાભારત બાદ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું શું થયું તે તમે જાણો છો? જાણો અત્યારે ક્યાં છે….