shree krishna : કળયુગનો કેવી રીતે થશે અંત ? કળયુગને લઇને શ્રી કૃષ્ણએ કરી હતી ચોંકાવનારી ભવિષ્યવાણી….
ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ માનવતાનું માર્ગદર્શન કરતા આવ્યા છે. ધર્મ શુ છે, મોક્ષ શુ છે ? શું ખોટુ છે, શુ સાચુ છે ? ભગવત ગીતામાં બધા સવાલોના જવાબ છે. આ ધર્મગ્રંથના અંતિમ અધ્યાયમાં કળયુગને લઇને કેટલીક ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી. આ ભવિષ્યવાણી shree krishna દ્વારા લગભગ 5000 વર્ષો પહેલા કરવામાં આવી હતી, પરંતુ આજે આ બધી ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઇ રહી છે. આટલા વર્ષો પહેલા લખેલ ગ્રંથમાં વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી છે, તે સાચી પડે છે.
ધરતીના અંતને લઇને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કળયુગમાં ધર્મ, હકિકત, દયા, જીવનકાળ, શારરીક બળ વગેરે બધુ ઘટતુ જશે. માણસનું માત્ર તેની સંપત્તિ આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. કાનૂન અને ન્યાય માત્ર કોઇની શક્તિ જોતા લાગુ કરવામાં આવશે. પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે. બિઝનેસમાં સફળતા દગો અને બેઇમાની પર આધારિત થઇ જશે. પુરુષ અને સ્ત્રીઓનું મૂલ્યાંકન શરીર સુખ અપીલ તરીકે કરવામાં આવશે. કોઇ પણ વ્યક્તિ માત્ર પવિત્ર દોરો પહેરવાને આધારે બ્રાહ્મણ માનવામાં આવશે.
આ ઉપરાં આજ તકના રીપોર્ટ અનુસાર, ધરતી ભ્રષ્ટાચારીઓની ભીડથી ભરાઇ જશે. સામાજિક વર્ગથી જે પણ પોતાને સૌથી તાકાતવર પેશ કરશે તેને જ રાજનીતિક શક્તિ હાંસિલ થશે. કળયુગમાં લોકો શરદી, તોફાન, ગરમી વગેરેથી પરેશાન થશે. ઝઘડા, ભૂખ, બીમારીઓ અને બેચેનીથી લોકો પ્રતાડિત થશે.
આ પણ વાંચો : Sai Baba મંદિરના આ બે ચમત્કાર છે વિશ્વવિખ્યાત, આજે પણ શિરડીમાં ભક્તો કરે છે તેની અનુભૂતિ
કળયુગમાં મનુષ્યના જીવનકાળની અવધિ વધારેમાં વધારે 50 વર્ષ થઇ જશે. લોકો પોતાના વૃદ્ધ માતા-પિતાની દેખરેખ કરવાનું છોડી દેશે. થોડા ઘણા પૈસા માટે લોકો એકબીજાને નફરત કરશે અને મિત્રતા તેમજ નજીકના સંબંધોને છોડી દેશે.
જેણે પણ જન્મ લીધો છે, તેને મોતનો ડર હંમેશા સતાવે છે. આવી રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઇ જશે, પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે- નૈમિત્તિકા, પ્રાકૃતિક, આત્યાંતિક (તરત). આ વિનાશ દક્ષિણી મહાસાગરના પાણીની અંદરથી કોઇ વિસ્ફોટને કારણે થશે. આ પહેલા ભયંકર દુકાળ પડશે. નદી, સાગર અને જમીનની નીચે પાણી સૂકાઇ જશે. 12 સૂર્ય બધા સાગરોને વાષ્પિત કરી દેશે.
સૂર્ય બધુ પાણી શોષી લોકોને રાખમાં બદલી દેશે. ધરતી કાચબાની ખોલની જેમ કઠોર થઇ જશે. જમીનના નીચે સાપોના મોંમાંથી અગ્નિ નીકળશે, જે પહેલા પાતાળને બાળી રાખ કરી દેશે અને પછી પૃૃથ્વીને. વાતાવરણ ગરમ થઇ જશે. તેજ અવાજ સાથે અગ્નિનો વિસ્ફોટ થશે. વાદળો તેજ અવાજ સાાથે ફાટશે અને અગ્નિ ઉત્પન્ન થશે જેનાથી કેટલાક લોકો જ જીવિત બચશે. તે બાદ સતત 12 વર્ષો સુધી પૃથ્વી પર પૂર આવશે અને માનવતાની અંતિમ ટુકડીનો પણ વિનાશ થઇ જશે. પૂરી દુનિયામાં અંધકાર છવાઇ જશે અને પૃથ્વી કોઇ વિશાળ મહાસાગરની જેમ થઇ જશે.
જયારે મહાભારત સમાપ્ત થઇ ચૂકી હતી, ત્યારે પાંચ પાંડવે shree krishnaને પૂછ્યુ હતુ કે આવનાર યુદ્ધ અને કળયુગ કેવો હશે ? તો શ્રીકૃષ્ણએ તે સમયે પાંચેય પાંડવને જંગલમાં ફરી આવવા માટે કહ્યુ અને જે પણ વસ્તુ દેખાય તેનું વર્ણન તેમની સામે કરવા કહ્યુ હતુ. પાંડવોએ જંગલમાં જે જોયુ તે જોઇને તો તેઓ આશ્ચર્યચકિત રહી ગયા.
પહેલા ભાઇએ કહ્યુ કે, તેણે કોઇ પક્ષીને જોયુ જેની પાંખો પર વેદોની રચના લખેલી હતી પરંતુ તે જાનવરોનું માંસ ખાતો હતો. આના વર્ણનમાં shree krishnaએ કહ્યુ કે, કંઇક આવા લોકો હશે જેને બુદ્ધિમાન કહેવામાં આવશે પરંતુ તે બીજાનું નુકશાન કરવા માટે તત્પર રહેશે અને પોતાનો ફાયદો કોઇ પણ રીતે નીકાળવાની કોશિશ કરશે. આવી રીતે બધા ભાઇઓએ તેમને જોયેલી વસ્તુઓ શ્રીકૃષ્ણને કહી અને તે બાદ તેમણે આ વસ્તુઓ કળયુગમાં કેવી હશે તે જણાવ્યુ હતુ.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગીતાના 12 માં સ્કંધના 24 માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે,જ્યારે ગુરુ, શુક્ર અને ચંદ્રમા એક નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન ક્લ્કીનો જન્મ થશે. એટલે કે ભગવાન વિષ્ણુના દસમા અવતારનો જન્મ થશે. શાસ્ત્રો અનુસાર કળિયુગની અવધી 32 હજાર વર્ષની છે, અને હજી કળયુગને 5119 વર્ષ કરતા વધુુ થયા છે એટલે કે કળયુગનો અંત ખૂબ જ દૂર છે.
વિષ્ણુજીએ કહ્યું હતું કે, જયારે 7 વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જાજો કે હવે ઘોર કળિયુગ આવી ગયું છે. તેના અમુક સમય પછી આ યુગનો અંત આવી શકે છે. ભગવાન વિષ્ણુ એ કહ્યું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના માથાના વાળ દ્વારા થશે. જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે,
કળિયુગમાં આજ મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે. વિષ્ણુજી એ જણાવ્યું કે, જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક પોતાના પ્રાકૃતિક રંગ ને રંગવાનું શરૂ કરી દેશે, કળિયુગમાં કોઈપણ વાળ કાળા અને લાંબા નહિ દેખાઈ શકે. કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે, તેનું પોતાના ઘરમાં શોષણ કરવામા આવશે. પોતાના જ ઘરના લોકો તેની સાથે વૈભિચાર કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહિ હોય.
more article : shree krishna : ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો તમને પણ આવા ૧૦ સંકેત મળે છે તો તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, તમે ગમે ત્યારે બની શકો છો કરોડપતિ