Shree Bijasan Mata Mandir : અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર..
Shree Bijasan Mata Mandir : 2024 માં આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન લાખો ભક્તો પોતાના શહેરો, રાજ્યોના મોટા અને સિદ્ધ દુર્ગા માતાના મંદિરે જાય છે. તેમાંથી એક છે ઈન્દોરનું પ્રાચીન બિજાસન માતા મંદિર, જ્યાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં માંગેલી દરેક માનતા પૂર્ણ થાય છે. ચૈત્ર નવરાત્રિના અવસરે આ મંદિર વિશે જાણીએ..
Shree Bijasan Mata Mandir : ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિરનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે. આ મંદિરનું નિર્માણ ઈન્દોરના મહારાજા શિવાજીરાવ હોલ્કરે 1760માં કરાવ્યું હતું.બિજાસન માતા મંદિર મધ્ય પ્રદેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતાના નૌદેવી સ્વરૂપના દર્શન થાય છે.