Junagadhમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મીએ બે બહેનપણીઓને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું.
Junagadhમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક વિધર્મી યુવકે એક નહીં પણ બે-બે યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે. જેમાં એક સગીર વયની કિશોરી છે. મામલો સામે આવતા પોલીસે વિધર્મી યુવક સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને રિમાન્ડ મેળવ્યા છે.
17 વર્ષની કિશોરી ભાગી જતા મામલો સામે આવ્યો
આ અંગે DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ નજીક ગામેથી Junagadhની પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા આવતી 17 વર્ષીય કિશોરીને સાહિલ લતીફ મુલતાની નામના વિધર્મી યુવકે સોશિયલ મીડિયા દ્વારા દોસ્તી કરી ફસાવી હતી. અને પછી એક દિવસ ભગાડી જતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Suratના બ્રેઈનડેડ ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન…
જંગલમાંથી મળ્યા યુવક અને યુવતી
પોલીસે તપાસ કરતા વેલિંગ્ડન ડેમ નજીક જંગલમાંથી બંને મળી આવતા પોલીસે યુવકની પૂછપરછ કરી હતી. દરમિયાન યુવકે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પૂછપરછમાં ખૂલ્યો લવ જેહાદનો મામલો
એ જ કેસની ચર્ચાથી એક અન્ય યુવતી પર પણ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પોલીસ યુવતીની પૂછપરછ કરી હતી. જોકે બંને યુવતી એકબીજાને ઓળખતી હોવા છતાં યુવકે ચાલાકી પૂર્વક બંનેને ફસાવી છે. તે અંગે બંને અજાણ રાખી હતી. બંનેને વારાફરતી જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળતા પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીના રિમાન્ડ મેળવ્યા છે.
આ બે યુવતીઓ સિવાય અન્ય કોઈ પર પણ આરોપી યુવકે દુષ્કર્મ આચર્યું હોય કે ફસાવી હોય તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો આ કિસ્સાથી જે માતા-પિતા બાળકો અને કિશોરીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયા વાપરવા દે છે તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
more article : Junagadhનો મુસ્લિમ યુવાન પાછલા 9 વર્ષથી કરે છે ગરબાનું આયોજન, જોવા મળે છે અહિં કોમી એકતાનું આદર્શ ઉદાહરણ…