શ્લોકા અંબાણી બીજી વાર માં બનવા જઈ રહી છે. જુઓ બેબી બમ્પના ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ…
શ્લોકા અંબાણીના બેબી બમ્પના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની ફરીવાર હલચલ થશે.
મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.
શ્લોકા મહેતાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્લોકા મહેતાના બેબી બમ્પના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
જે બાદ અંબાણીના ઘરે નાના મહેમાનના આગમનને લઈને ચર્ચાઓ થવા લાગી.
શ્લોકા મહેતા અને આકાશ અંબાણી 2019 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ 10 ડિસેમ્બર 2020ના રોજ તેમને એક પુત્ર થયો.
શ્લોકા મહેતાએ શેર કરેલા ફોટામાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. શ્લોકા મહેતાનો ગ્લેમરસ લુક ચાહકોનો ફેવરિટ બની ગયો છે.
શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની દીકરા નું નામ પૃથ્વી છે. બીજી તરફ, થોડા દિવસો પહેલા ઈશા અંબાણીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
જેથી અંબાણી પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. તેમજ અંબાણી પરિવાર નવા મહેમાનના સ્વાગત માટે તૈયાર છે.