Shivji : શું ખરેખર ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, સ્વયં શિવજીએ આપ્યો છે તેનો સાચો જવાબ

Shivji : શું ખરેખર ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, સ્વયં શિવજીએ આપ્યો છે તેનો સાચો જવાબ

આમ તો આપણે બધાએ સાંભળ્યું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ એવું માનો છો તો તમારા માટે એક વાત જાણવી ખુબ જ જરૂરી છે કે એવું બિલકુલ પણ નથી. એક કથા અનુસાર ભોળાનાથે સ્વયં દેવી પાર્વતીને તેનું રહસ્ય જણાવ્યું હતું કે તે ક્યાં લોકો હોય છે, જેમને ગંગા સ્નાન બાદ સ્વર્ગ મળે છે. જો તમે પણ સ્વર્ગ જવાની ઈચ્છા રાખીને ગંગા નદીમાં સ્નાન કરો છો તો આ કથાને જરૂર વાંચી લો.

સોમવતી સ્નાનનો પર્વ હતો. ગંગાઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી. ભોળાનાથ અને પાર્વતીજી વિચરણ કરવા નીકળ્યા હતાં ત્યારે આકાશમાંથી પસાર થતા સમયે માતા પાર્વતીની નજર ભીડ તરફ ગઈ. પાર્વતીજીએ આટલી વધારે ભીડનું કારણ Shivjiને પુછ્યું. શિવજીએ જણાવ્યું કે આજે સોમવતી પર્વ છે. આજનાં દિવસે ગંગા સ્નાન કરવાવાળા લોકો સ્વર્ગ જાય છે. તે લાભ માટે સ્નાનાર્થીઓની ભીડ થઈ છે

પાર્વતીજીનું ભીડને લઈને કુતુહલ તો શાંત થઈ ગયું પરંતુ તેમના મનમાં એક સવાલ બીજો પણ આવ્યો. ત્યારે તેમણે ભોળાનાથને પુછ્યું કે, “જો ખરેખર ગંગા સ્નાન કરવાવાળા આ બધા લોકો સ્વર્ગ ચાલ્યા ગયા તો શું થશે?. સ્વર્ગમાં એટલું સ્થાન ક્યાં છે?. બાદમાં લાખો વર્ષોથી લાખો લોકો આ રીતે ગંગા સ્નાન કરીને સ્વર્ગ પહોંચી રહ્યા છે તો તે ક્યાં છે?.

સ્વર્ગમાં તેમને ક્યાં સ્થાન મળ્યું છે?.” દેવી ભગવતીનાં આ સવાલ પર ભોળાનાથે કહ્યું કે, “શરીર તો ભીનું કરવું એક વાત છે પરંતુ સ્વર્ગ પ્રાપ્તિ માટે તો મનની ગંદકીને ધોવાનું સ્નાન જરૂરી છે.

Shivji
Shivji

ત્યારબાદ માતા પાર્વતીએ પુછ્યું કે, “તે કેવી રીતે ખબર પડે છે કે કોણે શરીર ધોયું અને કોણે મન પવિત્ર કર્યું ?”, Shivjiએ જણાવ્યું કે, “તે તેના કર્મ પરથી સમજી શકાય છે”. પાર્વતીજીની શંકા હજુ પણ ના પુરી થઈ. શિવજીએ આ ઉત્તરથી પણ સમાધાન ના થતાં જોઈને કહ્યું કે, “ચાલો હું તમને હવે બધી વાત એક પ્રત્યક્ષ ઉદાહરણનાં માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ તેના માટે આપણે આપણું રૂપ બદલવું પડશે”.

ત્યારે Shivjiએ કુરૂપી કોઢીનું સ્વરૂપ ધારણ કર્યું અને રસ્તામાં એક સ્થાન પર સુઈ ગયા. પાર્વતીજીને અત્યંત રૂપવતી સ્ત્રીનું શરીર ધારણ કરવા માટે કહ્યું. પાર્વતીજી કુરુપી કોઢી બનેલા શિવજી સાથે સ્નાન કરવા માટે જતા માર્ગનાં કિનારે બેસી ગયા. ભીડ તેમને જોવા માટે રોકાઈ જતી હતી. આવી અલૌકિક સુંદરી સાથે આવો કુરુપી કોઢી. કૌતુહલમાં બધા આ બેડોળ જોડી વિશે પુછપરછ કરતા હતાં. પાર્વતીજી શિવજી દ્વારા જણાવવામાં આવેલ વિવરણ સંભળાવતા રહેતા હતાં.

આ પણ વાંચો : Success Story : અમેરિકાની નોકરીને ઠોકર મારી ગામડાનો છોકરો બન્યો 39000 કરોડની સંપત્તિનો માલિક, હજુ પણ સાયકલ ચલાવે…

દેવી પાર્વતી બધાને એવું જણાવતા હતાં કે આ કોઢી મારા પતિ છે. ગંગા સ્નાનની ઈચ્છાથી આવ્યા છે. ગરીબીનાં કારણે તેમને ખભા પર રાખીને લાવી છું. ખુબ જ થાકી જવાનાં કારણે થોડો વિરામ માટે અમે લોકો અહીં બેઠા છીએ. રસ્તામાં આવતા-જતા ઘણા લોકો તો દેવી પાર્વતીને જોઈને તેમને પોતાનાં પતિને છોડીને પોતાની સાથે ચાલવાની વાત કહેતા ત્યારે પાર્વતીજીને ક્રોધ આવતો પરંતુ Shivji એ શાંત રહેવાનું વચન લીધું હતું. તે આ બધી વાતો સાંભળીને વિચારી રહી હતી કે ભલા આવા પણ લોકો ગંગા સ્નાન કરવા માટે આવે છે, તે સ્વર્ગ જવાની કામના રાખે છે. તેમનાં ચહેરાની નિરાશા જોવા જેવી હતી.

Shivji
Shivji

ભોળાનાથ અને માતા પાર્વતીનો આ ક્રમ સાંજ સુધી ચાલતો રહ્યો ત્યારે એક સજ્જન વ્યક્તિ ત્યાં આવ્યા. પાર્વતીજીએ જણાવેલું વિવરણ તેમને પણ સંભળાવી દીધું તો તેમની આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે સહાયતાનો પ્રસ્તાવ કર્યો અને કોઢીને ખભા પર નાખીને ગંગા તટ સુધી પહોંચાડ્યા. તે ભોજન સાથે લાવ્યા હતાં તેમાંથી તે બંનેને પણ ખવડાવ્યું. સાથે જ સુંદરી (માતા પાર્વતી) ને વારંવાર નમન કરતા કહ્યું કે, તમારા જેવી દેવી તો આ ધરતીનો સ્તંભ છે. ધન્ય છે તમે, જે પ્રકારે તમે તમારો ધર્મ નિભાવી રહ્યાં છો. પ્રયોજન પુરું થયું. Shivji-પાર્વતીજી ઉઠ્યા અને કૈલાસ તરફ નીકળી પડ્યા.

Shivjiએ રસ્તામાં કહ્યું કે, “આટલા લોકો માંથી એક જ વ્યક્તિ એવો હતો, જેણે પોતાનું મન ધોયું અને સ્વર્ગ માટે સુગમ માર્ગ બનાવ્યો. ગંગા સ્નાનનું મહામત્ય તો સાચું છે પરંતુ તેની સાથે મન પણ ધોવાની શરત છે. ત્યારબાદ માતા પાર્વતી સમજી ગયાં કે આખરે કેમ આટલા બધા લોકો ગંગા સ્નાન કરવા છતાં પણ અને ગંગાનું જળ શુદ્ધ હોવા છતાં પણ સ્વર્ગ નથી પહોંચી શકતા અને કેમ ગંગા સ્નાનનાં પુણ્ય ફળથી વંચિત રહી જાય છે.

more article : Lord Shivji : ગમે એટલું દેણું થઈ ગયું હોય શિવજીનાં આ મંદિરમાં માત્ર દાળ ચડાવવાથી જ ઉતરી જાય છે કર્જ, જેમનાં લગ્ન નથી થતાં તેમની પણ મનોકામના પુરી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *