Shivji : ભગવાન શિવના ત્રિનેત્રનું શું છે રહસ્ય? જાણો તેની સાથે જોડાયેલું રહસ્ય

Shivji : ભગવાન શિવના ત્રિનેત્રનું શું છે રહસ્ય? જાણો તેની સાથે જોડાયેલું રહસ્ય

ભગવાન Shivji ને માનનાર આ દુનિયામાં ઘણા બધા લોકો છે, બધા લોકો Shivji ને પ્રેમથી ભોલેનાથ કહે છે, ભગવાન Shivji  ખૂબ જ ભોળા છે, તે તેના ભક્તોની પુકાર સૌથી ઝડપી સાંભળે છે, ભગવાન શિવજીના આમ તો ઘણા નામ છે. ત્રિકાલદર્શી, શિવજી, મહાદેવ, ભોલે બાબા, ત્રિનેત્ર ધારી જેવા નામોથી લોકો તેને બોલાવે છે, તમે લોકોએ ભગવાન શિવજીના માથા પર ત્રીજી આંખ જોઈ હશે, ઘણીવાર તમે લોકોએ તસવીરોમાં જોયું હશે કે તેના માથા પર પણ ત્રીજી આંખ છે, પરંતુ શું તમે ભગવાન શિવજીના ત્રિનેત્રનું રહસ્ય જાણો છો? જો આપણે પુરાણો અનુસાર જોઈએ તો ભગવાન શિવજીના ખૂબ જ પ્રચંડ થવા પર તેના માથા પર ત્રિનેત્ર ખુલે છે.

Shivji
Shivji

જો આપણે શિવપુરાણની કથા અનુસાર જોઈએ તો જ્યારે માતા સતીજીએ તેના પિતાના ઘરમાં થઈ રહ્યા યજ્ઞકુંડમાં પોતાને સ્વાહા કરી લીધા હતા, ત્યારે ભગવાન Shivji ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમણે ગુસ્સામાં આવી પોતાની ત્રિનેત્ર ખોલી દીધી હતી, તે સમયે સમગ્ર બ્રહ્માંડ સંકટમાં આવી ગયું હતું,

આ સિવાય એક કથા અનુસાર જ્યારે પ્રેમના દેવતા કહેવાતા કામદેવે ભગવાન શિવજીની તપસ્યાને ભંગ કરી હતી, ત્યારે શિવજીએ પોતાનું ત્રિનેત્ર ખોલ્યું હતું અને ત્રિનેત્રની અગ્નિથી કામદેવને પોતાનું જીવન ગુમાવવુ પડ્યું હતું.

Shivji
Shivji

જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન Shivji તપસ્વી છે, તે હંમેશા તપસ્યામાં લીન રહે છે, કૈલાસ પર્વતની ઉપર તે હંમેશા તપસ્યા માં વ્યસ્ત રહે છે, તપથી જ આંતરીક શક્તિઓ જાગૃત થતી રહે છે, ભગવાન શિવજીએ તપસ્યાથી જ તેના ત્રિનેત્ર ને જાગૃત કર્યા છે,

આ પણ વાંચો : Ashtvinayak : અહીં એકસાથે કરો અષ્ટવિનાયક ગણપતિના દર્શન; એવુ મંદિર જ્યા લાઇટ નથી તેમ છતા પ્રકાશ આખો દિવસ રહે છે…

આ કારણથી જ તેને ત્રિકાલદર્શી પણ કહેવામાં આવે છે, ત્રિનેત્ર ત્રિ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, કાળના ત્રણ રૂપ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું પણ આમાં કાઈ નથી છુપાયેલું, જો આપણે વિધાનો અનુસાર જોઈએ તો આ ત્રિનેત્ર સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિ શક્તિનું પ્રતીક છે, ત્રણ દેવોમાં ભગવાન શિવજીને ત્રિલોચન કહેવામાં આવે છે.

Shivji
Shivji

જો આપણે વિજ્ઞાન અને યોગ અનુસાર ત્રીજી આંખના રહસ્ય વિશે જાણીએ, તો જ્યાં પર ભગવાન શિવની ત્રીજી આંખ આવેલ છે, તે સ્થાનને પીનીયલ ગ્રંથિ કહેવામાં આવે છે, આ ગ્રંથિ આવા હોર્મોન્સને એવી રીતે સ્ત્રાવિત કરતી રહે છે જે વ્યક્તિને સુવા અને ઉઠવામાં મદદ કરે છે, જો કોઈ પણ આ દિવ્ય શક્તિને જાગૃત કરે છે, તો તેની બંધ આંખોથી પણ વિશ્વની કોઈ પણ ચીજ જોઈ શકે છે, હિંદુ ધર્મમાં તિલક લગાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે, જ્યારે કોઈ પૂજા અથવા શુભ કાર્ય થાય છે, તો માથા પર તિલક જરૂર લગાવવામાં આવે છે, માથા પર તિલક લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જો તમે તમારા માથાની મધ્યમાં તિલક લગાવો છો, તો તેનાથી તમે ઉર્જાવાન રહો છે.

Shivji
Shivji

ભગવાન Shivji ની ત્રિનેત્ર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો હતા જેના વિશે અમે તમને ઉલ્લેખ કર્યો છે, ભગવાન શિવજીની ત્રીજી આંખ સાથે સંબંધિત રહસ્યનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે અને વિજ્ઞાન અને યોગ અનુસાર પણ ત્રીજી આંખની લાક્ષણિકતા વર્ણવવામાં આવી છે.

more article : શિવજીનો જ કેમ કરાય છે જળાભિષેક?,જાણો કારણ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *