ગુજરાતના આ ભાઈ-બેહનની કહાની વાંચી તમારી આંખોમાં આવી જશે આસું

ગુજરાતના આ ભાઈ-બેહનની કહાની વાંચી તમારી આંખોમાં આવી જશે આસું

અંકલેશ્વરમાં રહેતા શીતલબેન મોદીને એક જ ભાઈ અને એ પણ મનોદિવ્યાંગ એટલે શીતલ બહેનને ભાઈ અશ્વિનની બહુ ચિંતા રહેતી. કેન્સરના કારણે શીતલબેનના માતા-પિતાનું પણ અવસાન થયું એટલે ભાઈ બહેન પરથી માતા-પિતાનો છાંયડો પણ છીનવાઈ ગયો. શીતલબેન બેંકમાં નોકરી કરતા હતા પણ હવે ભાઈને સાચવનાર બીજું કોઈ નહોતું એટલે ભાઈની સાથે રહેવા માટે અને ભાઈની સેવા કરવા શીતલબેને બેંકની નોકરી પણ મૂકી દીધી.

શીતલબેનની ઉમર થતાં સગા સબંધીઓએ એના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ શીતલબેને વિનમ્રતાપૂર્વક લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે ‘ભાઈ મારા વગર રહી શકતો નથી અને હું પણ ભાઈને એકલો મૂકવા માંગતી નથી એટલે મારે લગ્ન નથી કરવાં. કદાચ એવું બને કે મારા પતિ મારા ભાઈનો સ્વીકાર કરે પણ એના પરિવારજનો આજના સમયમાં મારી સાથે મારા ભાઈનો પણ સ્વીકાર કરે એ શક્ય લાગતું નથી. મારા ભાઈને મારે વધુ સમય આપવો પડે છે એટલે પરણીને જે ઘરમાં જાવ એ ઘરના સભ્યોને સમય ન આપી શકું તો એને પણ અન્યાય થાય માટે મારે લગ્ન કરવા જ નથી.’

શીતલબેન પોતાના ભાઈને સાચવી શકે અને એના ભાઈ જેવા બીજા લોકોની સેવા પણ કરી શકે એટલે અંક્લેશ્વર છોડીને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રખડતા-ભટકાતાં બિનવારસી માનસિક ક્ષતિગ્રસ્ત લોકોના આશ્રમમાં સુરત ખાતે રહેવા આવી ગયા છે. આ બહેન પોતાના ભાઈને ખૂબ સાચવે છે અને ભાઈ માટે લગ્ન ન કરવાનો નિર્ણય કરીને ભણેલી ગણેલી બેન સતત ભાઈની સાથે જ રહે છે.

શીતલબેનને પોતાને એક ઓપરેશન કરાવવાનું છે આમ છતાં એ ઓપરેશનને પાછું ઠેલે છે કારણ માત્ર એટલું જ મારા ઓપરેશન પછી મારે આરામ કરવાનો થાય એટલે હું મારા ભાઈની સંભાળ ન રાખી શકું માટે જો ચાલે એમ હોય તો મારે ઓપરેશન કરાવવુ નથી.

મનોદિવ્યાંગ ભાઈ માટે પોતાના તમામ વ્યક્તિગત સુખોને એકબાજુ મૂકીને રાત-દિવસ ભાઈની સેવા કરતી આ બહેનને સો સો સલામ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *