Share Market : આ 21 શેરે રોકાણકારોને કરાવી ચાંદી-ચાંદી..1 વર્ષમાં 400% સુધી રિટર્ન, રોકાણ પાંચ ગણું વધી ગયું !
Share Market : નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. દરમિયાન, શેરબજારમાં કેટલાક શેરોએ રોકાણકારોને ભારે નફો કરાવ્ચો છે.
Share Market : નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. દરમિયાન, શેરબજારમાં કેટલાક શેરોએ રોકાણકારોને ભારે નફો કરાવ્ચો છે. નાણાકીય વર્ષ 2024 દરમિયાન સ્મોલ અને મિડકેપ શેરોએ રોકાણકારોની સંપત્તિમાં 5 ગણો વધારો કર્યો છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી 50માં 30 ટકા સુધીનો વધારો થયો છે.
આ 2 શેરોએ 400% વળતર આપ્યું
નાણાકીય વર્ષ 2024 માં ટોચના પ્રદર્શન કરનારા શેરોમાં પ્રથમ નામ ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) છે, જેણે એક વર્ષમાં 441 ટકા વળતર આપ્યું છે. હાલમાં આ સ્ટોક રૂ. 142.4 પર છે. જ્યારે 29 માર્ચે આ શેર પ્રતિ શેર 26.34 રૂપિયા હતો. આ સિવાય સુઝલોન એનર્જી નાણાકીય વર્ષ દરમિયાન 7.95 રૂપિયાથી 40.47 રૂપિયા પ્રતિ શેરના ભાવે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન આ શેરે 400 ટકા વળતર આપ્યું છે.
આ શેરો પણ મલ્ટીબેગર બન્યા હતા
નાણાકીય વર્ષ 2024 દરમિયાન અન્ય મલ્ટિબેગર શેરોમાં Hudco, મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ, જ્યુપિટર વેગન્સ, ઇરકોન ઈન્ટરનેશનલ અને આરઈસીનો સમાવેશ થાય છે. આ શેરોએ એક વર્ષમાં 310-330 ટકા વળતર આપ્યું છે. બ્રોકરેજે આમાંથી કેટલાક શેરોમાં વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે. JM ફાઇનાન્શિયલએ સુઝલોનની લક્ષ્ય કિંમત રૂ. 54 પ્રતિ શેર રાખી છે.
આ પણ વાંચો : Rashifal : વર્ષો પછી બનશે ખાસ બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય….
આ શેરોએ પૈસા ત્રણ ગણા કર્યા
એક વર્ષમાં કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયાએ 290 ટકા, કોચીન શિપયાર્ડે 280 ટકા, રેલ વિકાસ નિગમે 280 ટકા, SJVN સ્ટોક્સે 270 ટકા, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને 255 ટકા, ઝોમેટોએ 255 ટકા અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સે 250 ટકા વળતર આપ્યું છે. આ સિવાય સોભા, NBCC (ઈન્ડિયા), સ્વાન એનર્જી, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, અપાર ઈન્ડસ્ટ્રીઝ અને એનએલસી ઈન્ડિયા પણ 200-240 ટકા વધ્યા હતા.
more article : Astro Tips : સૂર્ય ગ્રહણ પહેલાં શનિનું નક્ષત્ર પરિવર્તન, મળશે નવી નોકરી, પગાર પણ વધશે…