Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

Share Market : 30 માર્ચ 2024ના Veljan Denison Limited એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 1 શેર પર 1 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 100 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

Share Market : Veljan Denison Limited એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ એક શેર પર 1 શેર બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પ્રથમવાર બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ગુરૂવારે કંપનીના શેરનો ભાવ 0.67 ટકાના ઘટાડા બાદ 3985.20 રૂપિયાના લેવલ પર હતો.

1 શેર પર 1 શેરનો ફાયદો

કંપનીએ 30 માર્ચે શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે.  કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની હજુ જાહેરાત કરી નથી. નોંધનીય છે કે Veljan Denison Limited તરફથી પ્રથમવાર બોનસ શેર આપવામાં આવી રહ્યાં છે.

Share Market
Share Market

17 વાર ડિવિડેન્ડ આપી ચૂકી છે કંપની

કંપની ડિવિડેન્ડ સતત આપતી રહી છે. આ કંપનીએ અત્યાર સુધી 17 વખત ડિવિડેન્ડ આપ્યું છે. છેલ્લે 22 સપ્ટેમ્બર 2023ના એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરી હતી. ત્યારે કંપનીએ 1 શેર પર 13 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ 2022માં પણ ડિવિડેન્ડ આપ્યું હતું. ત્યારે એક શેર પર રોકાણકારોને 13 રૂપિયાનો ફાયદો થયો હતો.

આ પણ વાંચો : અંક રાશિ : આજે આ તારીખે જન્મેલા લોકોને થશે જોરદાર ફાયદો, ભરપૂર પૈસા મળવાના યોગ..

શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?

Trendlyne ના ડેટા અનુસાર કંપનીના સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 66 ટકાની તેજી જોવા મળી છે. તો 6 મહિનાથી સ્ટોકને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 101 ટકાનો પ્રોફિટ થયો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે 233 ટકાનું રિટર્ન આપ્યું છે.

Share Market
Share Market

આ પણ વાંચો : Weather Forecast : એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ …

Share Market : કંપનીનો બીએસઈમાં 52 વીક હાઈ 4200 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 1200.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 896.67 કરોડ રૂપિયાનું છે.

Share Market
Share Market

MORE ARTICLE : Umiyamata : રામ મંદિર બાદ હવે અમેરિકામાં ગૂંજ્યો જય ઉમિયાનો નાદ, ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *