SHARE MARKET : 10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજી..
SHARE MARKET : શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
SHARE MARKET : શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
કંપનીના શેરોમાં આ સમયગાળામાં 244000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર સોમવારે 15 એપ્રિલ 2024ના રોજ 12 ટકાથી વધુ તેજી સાથે 244.95 રૂપિયા પર બંધ થયા હતા.
કંપનીના શેરોમાં જબરદસ્ત ઉછાળો
SHARE MARKET : કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર 31 ઓક્ટોબર 2006ના રોજ 10 પૈસા પર હતા. કંપનીના શેર 15 એપ્રિલ 2024ના રોજ 244.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોમાં આ સમયગાળામાં 244850 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોઃ Multibagger stocks : ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન..
છેલ્લા 10 વર્ષમાં કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોમાં 4227 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર 17 એપ્રિલ 2014ના રોજ 5.66 રૂપિયા પર હતા. જે 15 એપ્રિલ 2024ના રોજ 244 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ એક નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની છે.
5 વર્ષમાં 511 ટકાની તેજી
SHARE MARKET : કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોમાં છેલ્લા 5 વર્ષમાં 511 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 26 એપ્રિલ 2019 ના રોજ 40.12 રૂપિયા પર હતા જે 15 એપ્રિલ 2024ના રોજ 244.95 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા 4 વર્ષમાં કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોમાં 660 ટકાની તેજી આવી છે.
આ પણ વાંચો : HEALTH TIPS : સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત..
જ્યારે છેલ્લા એક વર્ષમાં કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોમાં 60 ટકાની તેજી જોવા મળી છે. આ સમયગાળામાં કંપનીના શેર 153.84 રૂપિયાથી વધીને 240 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 289.40 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 147 રૂપિયા છે.
more article : Ayodhya : અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી, 111111 કિલો લાડૂનો ધરાવાશે ભોગ, VIP દર્શન કરાયા રદ