SHARE MARKET : પહેલીવાર BSE માર્કેટ કેપ 410 લાખ કરોડને પાર, આ શેર ઝુમ બરાબર ઝુમ
SHARE MARKET : BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 410 લાખ કરોડને વટાવી ગયું છે. બજાર મૂલ્યમાં રૂ. 2.89 લાખ કરોડનો વધારો થયો છે.
SHARE MARKET : સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યું છે. શરૂઆતી ઘટાડા બાદ ભારતીય શેરબજાર શાનદાર ઉછાળા સાથે બંધ થયું છે. મિડકેપ શેરોમાં ભારે ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ જૂની હાઈને પાછળ છોડીને 51,629 પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચી ગયો છે.
SHARE MARKET : આજના સેશનમાં સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. પરંતુ બજારનો સ્ટાર પર્ફોર્મર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ છે જેમાં 900 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 253 પોઈન્ટના ઉછાળા સાથે 73,917 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 61 પોઈન્ટના ઉછાળા સાથે 22,464 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો : Hanuman mandir : બોટાદમાં બિરાજે રોકડિયા હનુમાન, પાલખી યાત્રાનો 70 વર્ષ જૂનો ઈતિહાસ, અહીં ભાવિકોનું કામ થાય રોકડું
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
SHARE MARKET : બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે માર્કેટ કેપિટલાઇઝેશન ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. બીએસઈના ડેટા અનુસાર, પ્રથમ વખત લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 410 લાખ કરોડને વટાવીને રૂ. 410.24 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 407.35 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 2.89 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના ટ્રેડિંગમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 5.97 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.85 ટકા, કોટક બેન્ક 1.50 ટકા, ITC 1.24 ટકા, મારુતિ સુઝુકી 1.01 ટકા, ટાટા મોટર્સ 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે TCS 1.70 ટકા, એચસીએલ ટેક 1.22 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
SHARE MARKET : આજના કારોબારમાં કંઝ્યુમર શેરોમાં ખરીદીને કારણે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ્સ, ઓટો, બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ મજબૂત ઉછાળા સાથે બંધ થયા છે.
બીએસઈના 3939 શેરોમાંથી 2408 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 1407 શેરો ઘટાડા સાથે બંધ થયા. 124 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા.