SHARE MARKET : શેરોમાં ફંડોની સતત તેજી સેન્સેક્સ 328 પોઈન્ટ ઉછળી ફરી 73105

SHARE MARKET : શેરોમાં ફંડોની સતત તેજી સેન્સેક્સ 328 પોઈન્ટ ઉછળી ફરી 73105

SHARE MARKET : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂરા થઈ જવા સાથે મતદાનની ટકાવારી વધી રહી હોવાના પોઝિટીવ પરિબળ અને કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ દ્વારા  ગઈકાલે બજારની પડતીને અટકાવતું પોઝિટીવ નિવેદન કરી જરૂરી બુસ્ટર ડોઝ આપતાં ગઈકાલે ઘટયામથાળેથી ઝડપી રિકવરી જોવાયા બાદ આજે ફરી લોકલ ફંડોએ આક્રમક ખરીદી કરતાં ભારતીય શેર બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો.

SHARE MARKET : જો કે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. ફંડોએ શોર્ટ કવરિંગ સાથે કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરો તેમ જ મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, પાવર શેરોમાં તેજી કરી હતી.

એનડીએને ૪૦૦થી વધુ સીટના આશાવાદે બજારોમાં ફરી તેજી

SHARE MARKET : વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સાથે મિશ્ર ટ્રેન્ડ જોવાયાથી વિપરીત ભારતમાં લોકસભા ચૂંટણીમાં એનડીએ ૪૦૦ના લક્ષ્યને પાર કરશે એવા વિશ્વાસ અને ૪, જૂનના કેન્દ્રમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્થિર સરકારની રચના થવા જઈ રહી હોવાના ગૃહ પ્રધાનના નિવેદનની પોઝિટીવ અસર જોવાઈ હતી. સેન્સેક્સ ફરી ૭૩૦૦૦ની સપાટી કુદાવી અંતે ૩૨૮.૪૮ પોઈન્ટ વધીને ૭૩૧૦૪.૬૧ બંધ રહ્યો હતો.

SHARE MARKET : જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૧૧૩.૮૦ પોઈન્ટ વધીને ૨૨૨૧૭.૮૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ, મહિન્દ્રા, લાર્સન, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, સન ફાર્મા, સ્ટેટ બેંક, મારૂતી સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રમુખ વધનાર રહ્યા હતા.

– નિફટી સ્પોટ ૧૧૪ પોઈન્ટ વધીને ૨૨૨૧૮ : બજારની પડતી અટકાવવા અમિત શાહના બુસ્ટર ડોઝની અસર

SHARE MARKET
SHARE MARKET

આ પણ વાંચો : Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર

– કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૦૩ પોઈન્ટ, મેટલ ઈન્ડેક્સ ૬૭૯ પોઈન્ટ ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે તેજીના પરિણામે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૦૨.૮૪ પોઈન્ટ વધીને ૬૩૧૦૭.૮૮ બંધ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો ૨.૫૪ ટકા, રેલ વિકાસ નિગમ ૭.૧૦ ટકા, ટીમકેન ૬.૫૨ ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ ૩.૮૬ ટકા, સીજી પાવર ૩.૮૫ ટકા, સુઝલોન એનજીૅ ૩.૦૫ ટકા વધ્યા હતા.

જ્યારે ઓટો શેરોમાં તેજીમાં બોશ ૩.૯૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૭૬ ટકા, ટીવીએસ મોટર ૩.૨૧ ટકા, હીરો મોટોકોર્પ ૩.૧૫ ટકા વધ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૨૩.૦૨ પોઈન્ટ ઉછળીને ૫૨૦૪૬.૮૪ બંધ રહ્યો હતો.

SHARE MARKET
SHARE MARKET                                                   

ચાઈનાની રિકવરીએ મેટલ શેરોમાં તેજી 

ચાઈનાની નિકાસના આંકડા સારા આવતાં અને રિકવરી આગળ વધવાની અપેક્ષાએ પણ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં  ખરીદી રહી હતી. સેઈલ ૪.૯૦ ટકા, વેદાન્તા ૪.૬૪ ટકા, જિન્દાલ સ્ટેનલેસ ૪.૫૧ ટકા, જિન્દાલ સ્ટીલ ૪.૩૩ ટકા, એનએમડીસી ૩.૫૨ ટકા વધ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૭૯.૦૮ પોઈન્ટ વધીને ૩૧૬૦૧.૮૪ બંધ રહ્યો હતો.

FPI/FIIની રૂ.૪૦૬૫ કરોડની વેચવાલી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૪૦૬૫.૫૨ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૯૮૮.૩૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૫૩.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૫૨૭.૮૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૧,૪૫૫.૧૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૯૨૭.૨૫ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૪.૪૯ લાખ કરોડ વધી

શેરોમાં ફરી વ્યાપક ખરીદીના આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે ફરી રૂ.૪૦૦  લાખ કરોડનો આંક પાર કરી રૂ.૪.૪૯ લાખ કરોડ વધીને રૂ.૪૦૧.૯૦ લાખ કરોડ પહોંચ્યું હતું.

SHARE MARKET
SHARE MARKET

more article : HEALTH TIPS : ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *