Share Market : પહેલા જોઈ લેજો આ લિસ્ટ, આગામી 15 દિવસમાં ધુંઆધાર કમાણી કરાવશે આ 5 શેર, જાણો કેટલો છે ટાર્ગેટ
Share Market : અહીં આપવામાં આવેલા 5 શેરમાં મંગળવારે નવી ઓલ-ટાઇમ હાઈ બન્યા બાદ ગુરુવારે પણ કેટલાક શેરના ભાવમાં વડાહરો જોવા મળ્યો. નિફ્ટી નજીવા ઘટાડાની સાથે 22,475.85 પર બંધ થયો હતો. ટૂંકા ગાળાના રોકાણકારો માટે, આ 5 શેરોમાં 15 દિવસમાં કમાણી કરવાની તક છે.
Share Market : ગુજરાતીઓ અને ધંધો એ એક સિક્કાની બે બાજુ છે. જોકે હવે લોકોનું શેર માર્કેટ પ્રત્યે રોકાણનું પ્રભુત્વ વધતું જાય છે. ત્યારે અહીં એવા 5 સ્ટોક આપવામાં આવ્યા છે જે આગામી સમયમાં સારું વળતર આપી શકે તેમ છે.Kirloskar Electric નો શેર શુક્રવારે 147.85 પર બંધ થયો હતો. આ શેર રૂપિયા 160નો ટાર્ગેટ અને રૂપિયા 134નો સ્ટોપલોસ આપવામાં આવ્યો હતો. તેણે એક સપ્તાહમાં 16 ટકા અને બે સપ્તાહમાં 22 ટકા વળતર આપ્યું છે.
Share Market : Exide Industries નો શેર શુક્રવારે 468.90 પર બંધ થયો હતો. 467-472 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવી હતી. રૂપિયા 525નો ટાર્ગેટ આપ્યો છે. એક સપ્તાહમાં અઢી ટકા અને બે સપ્તાહમાં લગભગ 3 ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિનામાં રિટર્ન 55 ટકા છે.
Ujjivan Financial Services નો શેર 591.00 પર ગુરુવારે બંધ થયો છે. આ શેર 644નો ટાર્ગેટ અને રૂપિયા 552નો સ્ટોપલોસ આપવામાં આવ્યો હતો. એક સપ્તાહમાં 2 ટકા અને બે સપ્તાહમાં લગભગ 10 ટકાનો ઉછાળો આવ્યો છે.
Share Market : Finolex Cables નો શેર શુક્રવારે 1,049.00 પર બંધ થયો છે. 1033-1043 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવી હતી. રૂપિયા 1163નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક સપ્તાહમાં 4 ટકા, બે સપ્તાહમાં 7 ટકાનો ઉછાળો આવ્યો છે.
APL Apollo Tubesનો શેર વધીને શુક્રવારે 1,581.85 રૂપિયાના પર બંધ થયો છે. 1565-1580 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ હતી. રૂપિયા 1724નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં વળતર આપવામાં આવ્યું નથી. બે અઠવાડિયાનું વળતર માત્ર 1 ટકા છે અને એક મહિના માટે તે 4 ટકા છે.