SHARE MARKET : શેરબજારની સુધારા તરફ આગેકૂચ, Sensex 74000 નજીક પહોંચ્યો, જાણો કયા શેરોમાં તેજી

SHARE MARKET : શેરબજારની સુધારા તરફ આગેકૂચ, Sensex 74000 નજીક પહોંચ્યો, જાણો કયા શેરોમાં તેજી

SHARE MARKET : ભારતીય શેરબજાર આજે ફરી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ 11 વાગ્યા સુધીમાં 74 હજાર નજીક (હાઈ 73942.77) પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 54.90 પોઈન્ટના સુધારા સાથે 22458.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 11.03 વાગ્યે 261.2 વધી 73924.92 પર કારોબાર થઈ રહ્યો છે.

SHARE MARKET : રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી છે. 219 શેરોમાં અપર સર્કિટ અને 163 શેરો 52 વીક હાઈ થયા છે. સેન્સેક્સ પેકમાં 16 સ્ક્રિપ્સ 6 ટકા સુધી ઉછાળા સાથે ટ્રેડેડ છે, જ્યારે હેલ્થેકેર, આઈટી અને ટેક્નો શેરો સિવાય તમામ સેક્ટોરલ સ્ક્રિપ્સ સુધરી છે.

M&Mનો શેર રેકોર્ડ ટોચે પહોંચ્યો

SHARE MARKET : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મજબૂત ત્રિમાસિક પરિણામો નોંધાવતા આજે બીએસઈ ખાતે શેર 7 ટકા ઉછળી 2554.75ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જે 11.05 વાગ્યે 6.24 ટકા ઉછાળે 2520.95 પર ટ્રેડેડ હતો. ભારતી એરટેલનો શેર 1.01 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.59 ટકા, એસબીઆઈ 1.05 ટકા ઉછાળ્યા છે. બીજી બાજુ ઈન્ફોસિસ, વિપ્રો, એલએન્ડટી, ટીસીએસ, એચસીએલ ટેક્ સહિત આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે.

SHARE MARKET
SHARE MARKET

એફઆઈઆઈએ વેચવાલી ઘટાડી

SHARE MARKET : વિદેશી રોકણકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી હજારો કરોડમાં વેચવાલી થઈ રહી હતી. જો કે, તે ગઈકાલે ઘટી 776.49 કરોડ થઈ છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાએ ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. તેમજ લોકસભા ચૂંટણીના પરિણામ ટાણે માંડ 15થી 16 દિવસ બાકી છે. મોટા રોકાણકારો અપેક્ષિત પરિણામ બાદ રોકાણ વધારશે તેવી વકી બજારમાં જોવા મળી છે.

આ પણ વાંચો : Accident : ગુડગાંવમાં મેઘાલય પોલીસ અધિકારીનું કાર અકસ્માતમાં મોત

બીએસઈ ખાતે આજના ટોપ ગેઈનર્સ

સ્ક્રિપ્સ

ઉછાળો

ભાવ

કિરી ઈન્ડસ્ટ્રીઝ

20 ટકા

371.40

ક્રોમ્પટન

16.55 ટકા

394.80

કાયનેસ ટેક્નોલોજી

12.36 ટકા

2894.05

કિર્લોસ્કર ફેરસ

12.14 ટકા

677.80

એન્ડ્યુરન્સ ટેક્નો.

9.81 ટકા

2226.90

SHARE MARKET
SHARE MARKET

બીએસઈ ખાતે આજના ટોપ લૂઝર્સ

સ્ક્રિપ્સ

ઘટાડો

ભાવ

સંઘવી મુવર્સ

-6.26 ટકા

1192.20

હનીવેલ ઓટોમેશન

-4.27 ટકા

53435.10

નાવા લિમિટેડ

-3.53 ટકા

513.25

કિર્લોસ્કર બ્રધર્સ

-3.69 ટકા

1793.05

SHARE MARKET
SHARE MARKET

MORE ARTICLE : Astrology : સારો સમય શરૂ થતાં પહેલા મળે છે આ 7 સંકેત, આમાંથી એક પણ દેખાય તો મળશે મોટી સફળતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *