Shanidev : આ કારણથી શનિવારે ખરીદવામાં નથી આવતા બુટ-ચંપલ, જાણી લો કારણ અને કરો તેનું પાલન નહિતર શનિદેવ…
શનિદેવની દ્રષ્ટિથી દરેક લોકો બચવા માંગે છે અને જે લોકો પર તેમની દૃષ્ટિ પડે છે, તે તેને સમાપ્ત કરવા માટે ઘણા બધા ઉપાયો કરે છે. શનિદેવની દ્રષ્ટિ પડવાથી મનુષ્યનાં જીવનમાં ખરાબ સમય શરૂ થઈ જાય છે અને તેમને શરીર સાથે જોડાયેલા ઘણા બધા કષ્ટોનો સામનો કરવો પડે છે એટલા માટે શનિદેવને ખુશ રાખવા માટે લોકો શનિવારનાં દિવસે મંદિરમાં જઈને તેમને તેલ અને તલ જરૂર ચડાવે છે જેથી કરીને તેમનાં પર શનિદેવની દ્રષ્ટિ ના પડે. વળી શનિદેવ થી પોતાને બચાવવા માટે તમે નીચે બતાવવામાં આવેલી વાતોનું ધ્યાન રાખો.
કોઈને પણ ઘરની અંદર શુઝ પહેરીને ના આવવા દો
ઘણીવાર તમે જોયું હશે કે ઘણા લોકો પોતાનાં ઘરની બહાર જ મહેમાનો પાસે શુઝ કે પછી ચંપલ ઉતારવાનું કહે છે અને પોતાનાં ઘરની અંદર તેમને શુઝ વગર જ પ્રવેશ કરવા માટે કહે છે. અમુક લોકો આવું એટલા માટે કરે છે જેથી કરીને તેમનું ઘર ગંદુ ના થાય. વળી ઘણા લોકો શનિ, રાહુ અને કેતુ ગ્રહ થી બચવા માટે આવું કરે છે. માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ શુઝ કે ચંપલ પહેરીને ઘરની અંદર પ્રવેશ કરે છે તો ઘરની અંદર શનિ, રાહુ અને કેતુ ગ્રહ પણ આવી જાય છે અને આ ત્રણેય ગ્રહ ઘરની શાંતિને ભંગ કરી દે છે અને ઘરનાં લોકોનાં જીવનમાં કષ્ટ લાવવાનું શરુ કરી દે છે.
મુખ્ય દરવાજા પર શુઝ કે ચંપલ ના રાખો
ઘણા લોકો પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજા પર જ શુઝ કે ચંપલ કાઢીને રાખી દે છે અને આવું કરવાથી તેમનાં ઘરનાં મુખ્ય દ્વાર પર તેનો ઢગલો ભેગો થઈ જાય છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો તમે આવું કરવાનું બંધ કરી દો કારણકે ઘરનાં મુખ્ય દરવાજા પર શુઝ કે ચંપલ રાખવાથી ઘરમાં શનિ અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
શનિવારે ના ખરીદો સાવરણી
શનિવારનાં દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવતું નથી અને કહેવામાં આવે છે કે જો આ દિવસે તમે સાવરણી ખરીદો છો તો શનિદેવની દૃષ્ટિ તમારા પર પડી જાય છે. સાથે જ તમે ધીરે ધીરે ગરીબ પણ થવા લાગો છો એટલા માટે આ દિવસે તમે સાવરણી ના ખરીદો.
શનિવારે ના ખરીદવા જોઈએ શુઝ
શનિવારનાં દિવસે શુઝ કે પછી ચંપલ ખરીદવાને ખુબ જ અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો આ દિવસે શુઝ કે ચંપલ ખરીદવામાં આવે છે તો તેની ખરાબ અસર તમારા શનિ ગ્રહ પર પડે છે. હકિકતમાં શનિનો સંબંધ પગ સાથે હોય છે, જેનાં લીધે આ દિવસે શુઝ કે ચંપલ ખરીદવાથી શનિ ગ્રહનો પ્રભાવ તમારા પર પડે છે અને તમારા જીવનમાં શનિ સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે.
આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે તેમને ખરીદવાથી તમને તમારા કોઈપણ કાર્યમાં સફળતા મળતી નથી. જો તમારે મજબુરીમાં આ દિવસે શુઝ કે ચંપલ ખરીદવા પડે છે તો તમે કાળા રંગના શુઝ કે ચંપલને છોડીને અન્ય કોઈપણ રંગનાં શુઝ ખરીદી શકો છો. વળી જો તમે ફાટેલા અને જુના શુઝ પહેરો છો તો શનિદેવની અશુભ છાયા તમારા જીવનમાં પડી જાય છે એટલા માટે તુટેલા શુઝ ક્યારેય ના પહેરો.
આ રીતે બચો શનિદેવની અશુભ છાયાથી
શનિની અશુભ છાયા થી બચવા માટે તમે શનિવારનાં દિવસે જેટલી બની શકે એટલી કાળી ચીજોનું દાન કરો અને શનિદેવની પુજા કરો. આ સિવાય તમે આ દિવસે મંદિરમાં જઈને તમારા ચામડાનાં શુઝ કે ચંપલ મંદિરની બહાર ઉતારીને આવી જાઓ અને આવું કર્યા બાદ પાછળ ફરી ના જુઓ. આ ઉપાય કરવાથી શનિની ખરાબ દ્રષ્ટિ તમારા પરથી હટી જશે.