શાહરુખ ખાન થી લઈને ઐશ્વર્યા રાય સુધીનાં સેલિબ્રિટીઓની પાસપોર્ટ સાઇઝની જુઓ તસ્વીરો, સની લીયોનીને તો તમે ઓળખી પણ નહિ શકો
ફિલ્મી કલાકારોનાં જીવન સાથે જોડાયેલી દરેક વાત ફેન્સ જાણવા માંગે છે. અપકમિંગ ફિલ્મની જાણકારી સિવાય ફેન્સ એ પણ જાણવા માંગે છે કે શું કલાકારો સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન જીવે છે કે પછી તેમની દુનિયા જ અલગ હોય છે?. આ વાતો પર આપણે ક્યારેક બીજીવાર વાત કરીશું પરંતુ આજનો મુડ થોડો લાઈટ કરીએ. અમારા આ રિપોર્ટમાં અમે તમારા પસંદગીનાં કલાકારોનો પાસપોર્ટ સાઇઝનાં ફોટાની એક ઝલક બતાવીશું.
શાહરુખ ખાન થી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સહિત બોલિવુડનાં તમામ એવા કલાકારો છે, જેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈને તમને લાગશે કે આ કલાકારોની થોડી-થોડી વાતો સામાન્ય લોકો સાથે મેચ થાય છે. આ લિસ્ટમાં સની લીયોની જ એક એવી પર્સનાલિટી છે, જેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
સોનુ સુદ
કોરોના વાયરસ લોકડાઉનનાં સમયે સોનુ સુદ એ રિયલ લાઇફ હીરો બનીને ઘણા લોકોની મદદ કરી હતી. આ દરમિયાન તેમણે વર્ષો જુના એક ટ્રાવેલિંગ પાસની ફોટો શેર કર્યો હતો. આ પાસ દ્વારા સામે આવેલો સોનુ સુદનો આ ફોટો ખુબ જ વાયરલ થયો હતો.
કંગના રનૌત
બોલિવુડની ક્વિન કંગના રનૌતનો પાસપોર્ટ ફોટો કેટલો ક્યુટ છે. હવે આમ તો આવું તો ક્યારેક જ જોવા મળે છે કે કોઈનો પાસપોર્ટ સાઇઝ ફોટો આટલો સારો હોય. આ વિષયમાં કંગના ખુબ જ ભાગ્યશાળી છે.
શાહરુખ ખાન
જો અમે નામ ના જણાવીએ તો શું તમે શાહરૂખ ખાનનાં આ પાસપોર્ટ સાઇઝ ફોટા પરથી અંદાજ લગાવી શકત કે આ તેઓ જ છે?. શાહરુખનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ વર્ષો પહેલા ખુબ જ વાયરલ થયો હતો.
પ્રિયંકા ચોપડા
વિદેશી ધરતી પર પણ પોતાની પ્રતિભા બતાવી ચુકેલી પ્રિયંકા ચોપડાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ કમાલનો છે. શું તમે આ દેશી ગર્લને સરળતાથી ઓળખી શક્યા?.
સની લીયોની
બીગબોસ બાદ સની લીયોનીનું નસીબનું તાળું એ રીતે ખુલ્યું કે બાદમાં ક્યારેય તેમણે પાછળ ફરીને જોયું નથી. આમ તો અમે દાવા સાથે કહી શકીએ છીએ કે તમે આ પાસપોર્ટ સાઈઝનાં ફોટા માં સની ને તો ઓળખી શક્યા નહિ હોય.
ઐશ્વર્યા રાય બચ્ચન
એ વાતમાં કોઈ શંકા ને સ્થાન નથી કે પાસપોર્ટ ફોટા ની બાબતમાં ઐશ્વર્યા રાય સીધી રીતે બોલિવુડ ક્વિન કંગનાને સારી એવી ટક્કર આપી રહી છે.