સગાઈ તૂટ્યા બાદ ખજુર ભાઈએ કિંજલ દવે ને ફોન કરીને શુ કહ્યું?બન્ને વચ્ચે થઈ આવી વાતચીત,જોવો વીડિયો..
કિંજલ દવેની સગાઈ તોડ્યા બાદ હવે વધુ એક વીડિયો સામે આવી રહ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખજુરભાઈ અને કિંજલ દવેનું કોલ રેકોર્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે.
ખજુર ભાઈ અને કિંજલ દવે સગાઈ બંધ થયા પછી કેવી રીતે ચાલે છે તે વિશે વાત કરે છે. કિંજલ કહે છે કે બહારનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને લોકો એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા છે.
ત્યારે ખજુરભાઈ પણ કહેતા હોય છે કે મેં આ બધું અખબારોમાં વાંચ્યું છે અને વાંચવાનું બંધ કરી દીધું છે. મારું મન ખાલી થઈ ગયું છે. તે પછી તે તેની આગળની વધુ વાતો કહી રહ્યો છે. તો તમે આ કોલ રેકોર્ડિંગ અહીં સાંભળી શકો છો.
ત્રણ દિવસ પહેલા ગુજરાતી ગરબા ક્વીન કિંજલ દવે વિશે એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવતા જ ભારે ચર્ચા થઈ હતી. પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા.
પરંતુ જ્યારે ખબર પડી કે પવનની બહેને કોર્ટમાં બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોવાથી સગાઈ રદ થઈ ગઈ છે, ત્યારે હવે કિંજલ દવેએ સાડીમાં એક સુંદર ફોટો અપલોડ કર્યો અને લખ્યું કે જિંદગી જ્યારે પણ તમને ઉગાડે ત્યારે નવી સુગંધ સાથે ખીલો. સુપ્રભાત મિત્રો.
આ તસવીર પર લોકોની કમેન્ટ્સ અને લાઈક્સ આવી છે. બધા ચાહકો કહી રહ્યા છે કે તમે સુંદર છો, જો જીવનમાં આવું થશે તો આપણે તે બધું ભૂલીને આગળ વધવું પડશે, આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ જેવા વિસ્તારોમાં ગરબા, લગન ગીત, લોકડાયરો, સંતવાણી જેવા કાર્યક્રમો કરતી હતી અને ધીમે ધીમે જાણીતી બની હતી, હવે કિંજલની ડાયરાઓ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે.
કિંજલની સગાઈ પવન સાથે થઈ ત્યારે પણ કિંજલની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની હાલમાં ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછી નથી.
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે.
પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી.
કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.