વાહ ! વિધવા માતાનું એકલાપણું જોઈને યુવાન દીકરાએ એવું કામ કર્યું કે વખાણ કરતા નહિ થાકો…વિધવા માતાના બીજા..

વાહ ! વિધવા માતાનું એકલાપણું જોઈને યુવાન દીકરાએ એવું કામ કર્યું કે વખાણ કરતા નહિ થાકો…વિધવા માતાના બીજા..

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. હવે તો સમય એવો જોવા મળી આવ્યો છે કે લોકો સામાજિક બંધનો ને દૂર કરવા માટે અવનવી મિસાઈલો કાયમ કરી પોતાના પ્રિય જાણો ને ખુશી આપતા હોય છે. અને તેમની ખુશીઓમાં તેઓ પણ શામિલ થતાં હોય છે હવે તો લગ્ન ને લઈને એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે સાંભળી ને આપના હોશ ઊડી જતાં હોય છે.

ત્યારે મહારાસ્ટ્ર થી એક આવો જ અજીબ કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં એક દીકરા એ સામાજિક બંધનો ને તોડી ને પોતાની માતા ના બીજા લગ્ન કરાવ્યા હતા. મહારાસ્ટ્ર માથી આ અજીબ કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં કોલ્હાપૂર માં રહેતા એક યુવાન એ પોતાની 45 વર્ષ ની વિધવા માતા માટે એવું કામ કરી બતાવ્યુ કે જે ભાગ્યે જ કોઈ વિચારી શકે. પોતાની વિધવા માતા ની જિવનસાથી ની આવશ્યકતા અને સામાજિક લાંછન થી લડવા માટે તેમના બીજા લગ્ન લગાવ્યા. આ યુવાન નું નામ યુવરાજ શેલે છે જેની ઉમર 23 વર્ષ છે જેને 5 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમા પોતાના પિતાને ખોઈ દીધા હતા.

દીકરા યુવરાજ એ જણાવ્યુ કે જ્યારે હું લગભગ 18 વર્ષ નો હતો ત્યારે મારા પિતાને ખોવા એ મારા માટે બહુ જ સદમાં જેવુ હતું. પરંતુ મારા પિતાની મોત નું સૌથી વધારે દુખ મારી માતાને થયું હતું. આથી તેમણે એકલા હાથે આભૂ જ દુખ સહન કર્યું હતું. સામાજિક રીતે પોતાને અલગ અલગ મહસૂસ કરવું પડ્યું હતું. યુવરાજ એ અનુભવ્યું કે તેમના પિતાના મોત બાદ તેમની માતા ને સામાજિક કાર્યકર્મોમાં આમંત્રિત કરવાની સંખ્યા બહુ જ ઓછી થવા લાગી હતી અને અને તેમણે મનોવૈજ્ઞાનિક રૂપ થી પ્રભાવિત કર્યા.

યુવરાજ શેલીએ તેના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું, તેને તેની માતા માટે જીવનસાથીની જરૂરિયાતનો અહેસાસ થયો કારણ કે તે ભાગ્યે જ પડોશીઓ સાથે વાતચીત કરતી હતી અને ઘરમાં એકલી રહેતી હતી. યુવરાજ શેલીએ કહ્યું કે મારી માતાએ લગભગ 25 વર્ષ પહેલા મારા પિતા સાથે લગ્ન કર્યા હતા. જો કોઈ પુરુષ તેની પત્ની ગુમાવે છે, તો સમાજ વિચારે છે કે તેના માટે ફરીથી લગ્ન કરવું સ્વાભાવિક છે. મને આશ્ચર્ય થયું કે શા માટે આ જ વસ્તુ સ્ત્રીને લાગુ પડતી નથી અને તેણીને ફરીથી લગ્ન કરવા સમજાવવાનું નક્કી કર્યું.

ત્યાર બાદ યુવરાજ શેલેએ કહ્યું કે પરંપરાગત મૂલ્યો ધરાવતા કોલ્હાપુર જેવા શહેરમાં તેના નજીકના સંબંધીઓ અને પડોશીઓને મનાવવા સરળ નહોતા. જો કેયુવરાજ એ કેટલાક મિત્રો અને સંબંધીઓની મદદથી તેની માતા માટે વર શોધવાનું મુશ્કેલ કાર્ય શરૂ કર્યું.આગળ યુવરાજ શેલેએ કહ્યું જણાવ્યુ કે સદનસીબે અમને કેટલાક સંપર્કો દ્વારા મારુતિ ઘનવત વિશે જાણવા મળ્યું. અમે લગ્નના પ્રસ્તાવ પર ચર્ચા કરી અને તેની સાથે પ્રારંભિક વાતચીત બાદ સંબંધ નક્કી થયો. તે મારા માટે હજુ પણ ખાસ દિવસ છે, કારણ કે હું મારી માતા માટે નવો જીવનસાથી શોધી શક્યો છું.

ઘનવતે કહ્યું કે હું થોડા વર્ષોથી એકલવાયું જીવન જીવી રહ્યો હતો. રત્ના સાથે મુલાકાત અને વાત કર્યા પછી મને લાગ્યું કે હું આ પરિવાર સાથે રહી શકું છું અને તેઓ સાચા લોકો છે.રત્ના માટે પુનર્લગ્ન એ મુશ્કેલ નિર્ણય હતો, કારણ કે તે તેના ભૂતપૂર્વ પતિને ભૂલી જવા તૈયાર નહોતી.આથી રત્નાએ કહ્યું કે મેં શરૂઆતમાં આ વાતનો વિરોધ કર્યો હતો. હું મારા પતિને ભૂલી જવા તૈયાર નહોતી.પરંતુ આ મુદ્દા વિશે વાત કર્યા પછી મને ખાતરી થઈ. મેં મારી જાતને પણ પૂછ્યું કે શું હું ખરેખર મારા બાકીના જીવન માટે સિંગલ રહેવા માંગુ છું. રત્નાના લગ્ન બે અઠવાડિયા પહેલા થયા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *