જુઓ મહેમાનોને સિંહાસન પર બેસી કરાવ્યું ભોજન, સોનાની થાળીમાં પીરસાય વાનગીઓ
આ સમયે સમગ્ર દેશમાં લગ્નનો તબક્કો ચાલી રહ્યો છે. લોકો પોતાના લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે શું શું નથી કરતા. કોઈ શાનદાર ડેકોરેશન કરે છે, તો કોઈ મંડપમાં ગ્રાન્ડ એન્ટ્રી લે છે. તેની સાથે જોડાયેલ કેટલાય વીડિયો અને ફોટો વાયરલ થતાં રહે છે.ત્યારે લોકો લગ્નને ખાસ બનાવવા માટે વિવિધ યોજનાઓ બનાવે છે. જેમાં મહેમાનોના સ્વાગતથી લઈને તમામ તૈયારીઓ ખૂબ જ ખાસ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક ઈવેન્ટનો છે. તેમાં લોકો ભોજન સમારંભમાં ભોજન લઈ રહ્યા છે. વાયરલ થવા પર લોકોએ તેની વ્યવસ્થાના ખૂબ વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભોજન લઈ રહેલા લોકો માટે જે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે સિંહાસનની ડિઝાઈનમાં બનેલી છે. સાથે જ લોકો જે સ્ટેન્ડમાં પ્લેટ રાખીને ભોજન લઈ રહ્યા છે, તે એક મોરની ડિઝાઈનમાં બનેલ છે.
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહેમાનોને શાહી ખુરશીની અંદર બેસાડી દેવામાં આવ્યા છે. ખુરશીઓ પણ ખૂબ જ આકર્ષક લાગી રહી છે, તેમની પાછળની સીટ પણ ગોલ્ડ કલરની બનેલી છે. ખુરશીની સામે એક ટેબલ મૂકવામાં આવ્યું છે અને તેના પર એક ભવ્ય મોર આકારની પ્લેટ મૂકવામાં આવી છે. એકે તો લખ્યું કે, આવી રીતે શાનદાર ભોજન લેવું બહું મોટી વાત છે. મોટી વાત ત્યારે થાય જ્યારે ભોજન લેવા આવેલા લોકોને એક એક મોર ગિફ્ટમાં આપી દે.
વીડિયો ક્યારનો અને ક્યાંનો છે, તેના વિશે કોઈ ઠોસ જાણકારી નથી. જો કે, કમેન્ટ્સમાં લોકોએ તમિલનાડૂનો હોવાનું કહેવાય છે. આ વીડિયોને લઈને લોકોએ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે, બની શકે છે કે, આ સ્ટેન્ડ સોનાના હોય. કોઈએ કહ્યું કે, આવા લગ્નમાં જવાનું સૌ કોઈના નસીબમાં હોતું નથી.
ગોલ્ડન કલરની ખુરશીઓ અને મોરવાળા સ્ટેન્ડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. શેર કરતા આદર્શ નામના યુઝર્સે લખ્યું કે, શું ખાવા માટે આવી વ્યવસ્થા ક્યાંય જોઈ છે? પહેલા આપ વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ લો…
Ever seen such arrangements for meal…😃 pic.twitter.com/IoyX7FYp0Q
— Adarsh Hegde (@adarshahgd) March 7, 2023
આ ખુરશી પર મહેમાનો બેઠા છે અને ખાનારાઓ થાળીમાં એક પછી એક વાનગીઓ પીરસી રહ્યા છે. એટલા માટે કોઈ આ ડિનરનો વીડિયો બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો તમિલનાડુનો જણાવવામાં આવી રહ્યો છે, કારણ કે ખાવાની સ્ટાઈલ પણ આવી જ છે. વીડિયો વાયરલ થતાં જ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે આ સોનાની પ્લેટ નથી.