scheme : આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, મોદી સરકારની આ સ્કીમમાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા!
scheme : 50 હજારની લોન કોઈ પણ ગેરંટર વિના જોઈતી હોય તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. તમને યકીન નહીં થાય પણ કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક સ્કીમ શરૂ કરી હતી. લોકસભા ચૂંટણી હોવાથી સરકારે આ સ્કીમને વધારી દીધી છે. આ સ્કીમ હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે. આ યોજના એ યુવાનો માટે છે જેઓ નોકરીને બદલે ધંધો કરવા માગે છે પણ રૂપિયા નથી. સરકાર આ યોજના હેઠળ તમને એક આધારકાર્ડ પર કોઈ પણ ગેરંટી વિના 50 હજારની લોન આપે છે. આ સરકારી યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે. આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે છે.
સ્ટ્રીટ વેન્ડરોને મળે છે લોનનો લાભ
scheme : પીએમ સ્વાનિધિ યોજના હેઠળ, સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને તેમનું કામ ફરીથી શરૂ કરવા માટે લોન આપે છે. શાકભાજી વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ અને ફાસ્ટ ફૂડની નાની દુકાનો ચલાવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમને કોઈ પાસેથી વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડતી નથી.
આ રીતે બમણી મળશે લોન
scheme : કેન્દ્ર સરકારની આ સફળ યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે. જે યોજના હેઠળ સરકાર તમને 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પરંતુ 50 હજાર રૂપિયાની લોન લેવા માટે તમારે તમારી વિશ્વસનીયતા પણ બનાવવી પડે છે. શરૂઆતમાં આ યોજના હેઠળ 10,000 રૂપિયાની પ્રથમ લોન મળશે. એકવાર લોનની ચુકવણી કર્યા પછી બીજી વખત બમણી રકમ લોન તરીકે લઈ શકાય છે. આમ તે લોન તમે સમયસર ભરો છો સરકાર તમને 50 રૂપિયા આપી શકે છે.
આ પણ વાંચો : Astro Tips : આ હોળીએ અપનાવો તુલસી સાથે જોડાયેલ આ 6 ઉપાય, નહીં ખૂટે ક્યારેય ધનનો ભંડાર…
અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી
scheme : પીએમ સ્વાનિધિ યોજના હેઠળ લીધેલી લોનની રકમ એક વર્ષના સમયગાળામાં ચૂકવી શકાય છે. તમે દર મહિને હપ્તામાં લોનની રકમ ચૂકવી શકો છો. પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે કોઈપણ સરકારી બેંકમાં અરજી કરી શકાય છે.
50 હજારની લોન કેવી રીતે મળશે?
scheme : હવે ધારો કે કોઈ વ્યક્તિ બજારમાં રસ્તાના કિનારે ચાટની દુકાન બનાવવા માંગે છે. આ માટે તેણે સ્વાનિધિ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાની લોન લીધી હતી. પછી તેણે સમયસર લોનની રકમ ચૂકવી દીધી. આવી સ્થિતિમાં, તે વ્યક્તિ બીજી વખત આ યોજના હેઠળ 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. તેવી જ રીતે, ત્રીજી વખત તે 50 હજાર રૂપિયાની લોન માટે પાત્ર બનશે. આ યોજનાની ખાસ વાત એ છે કે સરકાર લોન પર સબસિડી પણ આપે છે.
કોઈની પણ ગેરંટી જરૂરી નથી
scheme : આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. અરજી મંજૂર થયા પછી, લોનની રકમ તમારા ખાતામાં ત્રણ વખત ટ્રાન્સફર થઈ જાય છે. શેરી વિક્રેતાઓ માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ યોજનાના બજેટમાં વધારો કર્યો હતો. તમે નાના પાયે ધંધો કરવા માગો છો અને તમારી પાસે રૂપિયા નથી તો સરકારની આ સ્કીમ તમને મોટો લાભ કરાવી શકે છે.
more article : Government scheme : દીકરીઓ માટે સોનાની લકીર છે આ 5 મોટી સરકારી યોજનાઓ, ભણતરથી લઈને લગ્ન સુધીનું ટેન્શન જ નહીં રહે