બોલો પ્રમુખસ્વામી મહારાજની જય..! વર્ષે 8 થી 10 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી કરતો યુવક, આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે…

બોલો પ્રમુખસ્વામી મહારાજની જય..! વર્ષે 8 થી 10 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી કરતો યુવક, આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે…

અમદાવાદ શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી ચાલી રહે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો હરિભક્તો છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાનું કામકાજ મૂકીને અહીં સેવાનું કામ કરી રહ્યા છે. અને ઘણા એવા પણ લોકો છે.

જેવો કરોડો રૂપિયા કમાતા હોય છતાં પણ અહીં ટોયલેટ સાફ કરવાની સેવા આપી રહ્યા છે. અહીં છીએ અને મેનેજમેન્ટ જેવી ઉચ્ચ ડિગ્રી મેળવેલા લોકો સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આપણે IIT ખડકપુરમાં ભણેલા અને વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી નોકરી કરી રહેલા એક સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખ સ્વામી નગરમાં 240 જેટલા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. અહીં મહિલાઓ માટે પિંક અને પુરુષો માટે બ્લુ શોચાલય બનાવવામાં આવ્યા છે. દર એક કલાકે અહીં તમામ ટોયલેટ સાફ કરવામાં આવે છે અને ટોયલેટ માંથી સુગંધ બહાર ન આવે તે માટે ટોયલેટ ની બહાર સુગંધિત ફૂલોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ પ્રકારના ગજબ મેનેજમેન્ટની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે.

ત્યારે ટોયલેટની સાફ-સફાઈ વ્યવસ્થાની દેખરેખ માં મૂળ વાદળા વડોદરાનો વતની યશ પટેલ નામનો વ્યક્તિ સેવા આપી રહ્યો છે. યશ પટેલની વાત કરીએ તો તેઓ વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને આઇઆઇટી ખડકપુરમાં પીજી ડિપ્લો ઇન રબર ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષે અંદાજે આઠથી દસ લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી વડોદરામાં કરે છે.

યશ પટેલે જણાવ્યું કે તેઓએ પોતાના ઘરે ક્યારેય ટોયલેટ સાફ કર્યું નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ભક્તોના રોલ મોડલ હતા. નાનામાં નાનું કામ પણ પ્રમુખસ્વામી મહારાજ કરતા હતા. જેથી તેમનામાંથી મને આ કામ કરવાની પ્રેરણા મળી છે. મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર યશ પટેલ જ નહીં પરંતુ સિયાનો અભ્યાસ કરતા શોભિત પટેલ પણ અહીં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે.

એને જણાવ્યું કે કોઈ પણ કામ નાનું નથી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવાનો મોકો મળ્યો છે એ અમારા માટે એક ખૂબ જ મોટી વાત છે. મિત્રો આવી જ રીતે ઘણા હરિભક્તો કોઈપણ પ્રકારના અભિમાન વગર નાનામાં નાનું કામ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કરે છે. આ બધા હરિભક્તોના કારણે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *