કરોડો ના માલિક અને પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા જીવે છે આવું સાદું જીવન… જુઓ ફોટોઝ

કરોડો ના માલિક અને પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા જીવે છે આવું સાદું જીવન… જુઓ ફોટોઝ

સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા.

સવજી ધોળકિયાના જણાવ્યા અનુસાર તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું અને તેના વિશે ઘણો અનુભવ મેળવ્યા, પછી તેમણે તેના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામ શરૂ કર્યું, જે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. આજે તેમની કંપની 50 દેશોમાં હીરા સપ્લાય કરે છે.

હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. સવજી ધોળકિયા અનુસાર, તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. અમેરલીના દુધાળા ગામના રહેવાસી સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા.

સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો. હીરાનું કામ શીખ્યા અને થોડો સમય કારીગર તરીકે કામ કર્યા બાદ 1980માં પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા.

દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક વિશેષ લોકોને તેમની વિશેષ કામગીરીના કારણે પદ્મ સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે –

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેઓ દેશના નાગરિકો માટે અસાધારણ કામ કરે છે. નઆ યાદીમાં જે બિઝનેસ હસ્તીઓના નામ છે તેમાં સૌથી દિલસ્પર્શ નામ સવજીભાઈ ધોળકિયાનું છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે.

સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ દરેક સમાચારોની હેડલાઈન્સમાં ચમક્યા હતા.હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ 2016માં દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *