મોટા ઉદ્યોગપતિઓ કરતા સાવ સાદું જીવન જીવે છે સવજીભાઈ.., ફોટાઓ જોઈ ને તમે પણ સલામ કરશો…

મોટા ઉદ્યોગપતિઓ કરતા સાવ સાદું જીવન જીવે છે સવજીભાઈ.., ફોટાઓ જોઈ ને તમે પણ સલામ કરશો…

સુરતમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે. મોટાભાગના ઉદ્યોગપતિઓ ડાયમંડ સાથે જોડાયેલા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી મોખરે આવતું નામ એટલે કે સવજીભાઇ ધોળકિયા ડાયમંડ કિંગ નામથી સુરતમાં આગવી ઓળખ ધરાવે છે. માત્ર ચાર ચોપડી ભણેલા સવજીભાઈ ધોળકીયા આજે ડાયમંડ કિંગ સુરતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દર વર્ષે કરોડો રૂપિયા નું ટર્ન ઓવર કરનાર અને કરોડો રૂપિયાના માલિક એવા સવજીભાઈ ધોળકીયા આજે પણ સાવ સાદુ અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સવજીભાઈ ના ફોટાઓ અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. સવજીભાઈને ગાય અને ખેતી અને પોતાના વતન પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. સોશિયલ મીડિયામાં અવારનવાર તેઓ પોતાની કેટલાક તસવીરો શેર કરતા હોય છે. આજે અમે તમને સવજીભાઈ ના જીવનના કેટલા ખાસ ફોટા ઓ દેખાડવા જઈ રહ્યા છીએ.

સવજીભાઈ ધોળકીયા નું સૌથી મોટું યોગદાન સૌરાષ્ટ્ર ના કેટલા તાલુકા ની અંદર જ્યા દુકાળ જેવી પરિસ્થિતી હોય છે, ત્યાં તળાવ બનાવીને લોકો અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ કામ કરી આપ્યું છે. તેમાં સવજીભાઈ ધોળકીયા સુરત ની અંદર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં મદદ માટે હંમેશા તેઓ તૈયાર રહે છે. તેઓએ થોડા સમય પહેલા જ તેમના અમરેલી જિલ્લાના લાઠી તાલુકા માં આવેલું દુધાળા ગામ માં તેમણે પોતાના સ્વખર્ચે તળાવ બનાવવાનો ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું.

એ સમયે આ તળાવ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે, થોડો સમય ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઇ હતી પરંતુ ધીમે ધીમે ઘણા લોકોનો સપોર્ટ મળતો ગયો અને આ મોટા કાર્ય નું નિર્માણ પૂરું થયું હતું. આ તળાવનું નિર્માણ અંદાજે ૨૦૦ એકર જમીનની ઉપર નિર્માણ થયું હતું. જે સમયે આ તળાવનું કામ ચાલી રહ્યું હતો ત્યારે, સવજીભાઈ ધોળકીયા પણ પોતે આ કાર્ય ની અંદર ખૂબ ભાવ થી તેમણે પોતાનું યોગદાન આપ્યું હતું.

સૌરાષ્ટ્રની અંદર આવેલા અમરેલી જિલ્લાના, લાઠી તાલુકાના દુધાળા ગામના 12 એપ્રિલ 196૨ ના દિવસે સવજીભાઈ ધોળકીયા નો જન્મ થયો હતો. સવજીભાઈ ધોળકીયા આજે ઉદ્યોગ ક્ષેત્રે અને સમાજ સેવાના ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપે છે. દેશની સર્વશ્રેષ્ઠ ૫૦૦ કંપનીઓમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને મોટું સ્થાન મળ્યું છે. તેને ડાયમંડ ફેક્ટરીની અંદર અંદાજે સાડા છ હજારથી વધારે કર્મચારીઓ કામકાજ કરે છે.

તમને જણાવી દઈએ કે સવજીભાઈ ધોળકીયા ખૂબ જ સાદાઈ ભર્યું જીવન જીવી રહ્યા છે. દર વર્ષે અંદાજે છ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે ટર્ન ઓવર કરતી કંપનીના માલિક સવજીભાઈ ધોળકીયા ખૂબ જમીન સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. સવજીભાઈ ધોળકીયા અલગ-અલગ સામાજિક સેવાઓ અને પોતાના કર્મચારીઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. અને તેમણે કારણે તેઓ હંમેશા લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.

સવજીભાઇ ધોળકિયા ની સૌથી મોટી સિદ્ધિ પંચગંગા તીર્થના નિર્માણને માનવામાં આવે છે. તેમણે અહીં પાંચ જેટલા મોટા સરોવરને તૈયાર કરીને સમાજ માટે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. અંદાજે ૨૦૦થી વધુ એકરની જમીન ની અંદર આ સરોવરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. સવજી ભાઈ એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ લાખ ટ્રક જેટલી માટી ત્યાં થી લઇ લેવામાં આવી છે. આ માટીને દૂર કર્યા પછી તેમણે જમીનની અંદર પાણી નું સિંચન થઈ શકે તે માટે ખૂબ જ મોટું કામ કાજ કર્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, સવજીભાઈ ધોળકીયા તેમની કંપનીના કર્મચારીઓને બોનસ આપવા ને લઈ ને પણ ઘણી વખત ચર્ચામાં આવ્યા હતા. દિવાળીના સમયે તેમણે તેમના કર્મચારીઓને મારુતિ કાર તથા સોનાના ઘરેણા તથા મકાન સહિત ઘણી બધી વસ્તુઓ બોનસમાં આપી હતી. સમગ્ર ગુજરાત સહિત આખા દેશની અંદર સવજીભાઈ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ની કંપની એટલે કે હરિ કૃષ્ણ એક્સપોર્ટ માં કર્મચારીઓ માટે ઘણી વખત મોટીવેશન ના કાર્યક્રમો અને યોગા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. સવજીભાઈ ની કંપની અંદર કામ કરતા હજારો કર્મચારીઓ માંથી એક પણ વ્યસની ન હોઈ તે પ્રકારનું કામ સવજીભાઈ ધોળકીયા કરી રહ્યા છે. સવજીભાઈ ધોળકીયા કર્મચારીઓના વડીલોની સાથે દર વર્ષે ધાર્મિક સ્થળે યાત્રા કરાવવાનું પણ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.

ખાસ વાત તો એ છે કે સૌરાષ્ટ્રની અંદર આવેલા દુધાળા ગામ માં જન્મેલા, સવજી ભાઈ ધોળકિયા માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કર્યો હતો. અને તેમણે મોટીવેશન સ્પીકર તરીકે પણ ઘણા લોકોના દિલોમાં અલગ ઓળખ ઊભી કરી છે. સવજી ભાઈ ના જીવનમાંથી આપણે જેટલું બની શકે તેટલુ શીખવું જોઈએ. તેમણે ખૂબ જ નાની શરૂઆત કરી હતી અને તેમણે આ મુકામે પહોંચ્યા છે. તેમણે તેમના જીવનની અંદર અથાગ પરિશ્રમ અને મેહનત કરી છે. ત્યારે તેમણે પોતાને આ સ્થાને પહોચાડ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *