Sarveshvar mahadev : 17.5 કિલો સોનું, 12 કરોડ રૂપિયાનો ખર્ચ, જાણો વડોદરાની આ સુવર્ણજડિત પ્રતિમાની ખાસિયત….

Sarveshvar mahadev : 17.5 કિલો સોનું, 12 કરોડ રૂપિયાનો ખર્ચ, જાણો વડોદરાની આ સુવર્ણજડિત પ્રતિમાની ખાસિયત….

Sarveshvar mahadev : વર્ષ 2020માં વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં આવેલી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને ગિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે દિવસે પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત કરી હતી, તે જ દિવસે વડોદરામાં પણ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.

સર્વેશ્વર મહાદેવની પ્રતિમા હવે તૈયાર, સુરસાગર તળાવની મધ્યમાં આવેલી 111 ફૂટની શિવાજીની પ્રતિમાને 12 કરોડના ખર્ચે સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. આ માટે 17.5 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ મહાશિવરાત્રીના તહેવાર પર કરવામાં આવ્યું છે કારણ કે તેને હવે સોનાથી શણગારવામાં આવી છે.

Sarveshvar mahadev
Sarveshvar mahadev 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના રોજ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે 2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી આદર્શ પ્રતિમાનો શિલાન્યાસ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર, ગુજરાત અને વિદેશમાંથી કેટલાય દાતાઓએ શિવાજીની મૂર્તિ પર સોનાનો ઢોળ ચડાવવાના અંદાજિત ખર્ચને પોહચી વળવા માટે ઉદાર હાથે દાન આપ્યું છે.

વર્ષ 2002માં મહાશિવરાત્રીના દિવસે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા શ્રી સર્વેશ્વર મહાદેવની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2020માં સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સોનાની જેમ મૂર્તિ પર કાગળના 4 થી 5 સ્તર ચઢાવવામાં આવે છે.

આ પણ વાંચો : Ram Mandir : અયોધ્યા રામમંદિર ‘2500 વર્ષથી સુરક્ષિત છે રામ મંદિર’, ભૂકંપના ખતરાને લઈને વૈજ્ઞાનિકે કર્યો આ દાવો

મૂળ ઓરિસ્સાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે મૂર્તિ તૈયાર કરી છે. મૂર્તિની રચના બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષ, ગ્રહ વિજ્ઞાન, રંગ વિજ્ઞાન અને રાશિ-કુંડળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણજડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પીયૂષ શાહે યોગદાન આપ્યું છે.

Sarveshvar mahadev
Sarveshvar mahadev

સુરસાગર તળાવના મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને અષ્ટસિદ્ધિ યંત્ર વિદ્યા પર રચવામાં આવી છે.

Sarveshvar mahadev
Sarveshvar mahadev

પ્રતિમા અને એના પ્લિન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન, ગ્રહવિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે.

મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.

Sarveshvar mahadev
Sarveshvar mahadev

ચંદન તલાવડીના જૂના નામથી ઓળખાતું અને 18મી સદીમાં બનેલા સુરસાગરમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 1995માં 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું.

Sarveshvar mahadev
Sarveshvar mahadev

વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટ 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.મૂર્તિ પર કાગળ જેવા સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યાં છે.

ગુજરાતમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે.વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તોપણ એને કોઈ આંચ ન આવે એવી રીતે ડિઝાઇન કરાઈ છે. પ્રતિમા પૂર્વાભિમુખ છે, જેથી પ્રથમ લેવલ પરનાં પગથિયાં પૂર્વ તરફ રખાયાં છે. આ લેવલથી બીજા લેવલ પર પહોંચવા ચારે ખૂણાના બંને છેડા 8 નાના ક્યારાથી જોડી દેવાયા છે

More artical : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *