આ યુવતીએ દિવસ રાત મહેનત કરીને વગર કોંચીંગે UPSC ની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બની ઇતિહાસ રચી દીધો.

આ યુવતીએ દિવસ રાત મહેનત કરીને વગર કોંચીંગે UPSC ની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બની ઇતિહાસ રચી દીધો.

આજના સમયમાં અભ્યાસનું દિવસે અને દિવસે મહત્વ વધી ગયું છે અને તેથી જ આજે બધા યુવાનો તેમના જીવનમાં સારો સારો અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે. આજે બધા જ યુવાનો તેમના અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે

પણ આ તમામ પરીક્ષાઓમાં UPSC ની પરીક્ષા સૌથી કઠિન હોય છે.આજે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ આ કઠિન પરીક્ષા વગર કોંચીંગે આપીને તેને પાસ કરી છે. આ મહિલાનું નામ સર્જના યાદવ છે,

તેઓએ તેમના શરૂઆતનો અભ્યાસ તેમના ગામથી જ પૂરો કર્યો હતો અને પછી તેઓ આગળ દિલ્હી ગયા અને ત્યાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રિસર્ચ અધિકારી હતા.

એ સમયે તેઓએ આગળ સિવિલ સર્વિસીસની તૈયારી ચાલુ કરી દીધી હતી અને ત્યારે તેઓએ તેમની નોકરી પણ છોડી દીધી હતી. તેઓએ દિવસ રાત એક કરીને UPSC ની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી હતી. આમ તેઓએ વગર કોંચીંગે સેલ્ફ સ્ટડી જ ચાલુ કરી હતી અને તેઓએ આ તૈયારી ચાલુ કરીને આ પરીક્ષા પાસ કરી હતી.

તેઓએ પહેલા જ પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને ૧૨૬ મોં રેન્ક મેળવીને IAS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો હતો. આમ તેઓએ અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો છે અને તેમના પરિવારનું નામ પણ તેઓએ રોશન કર્યું છે અને બીજા યુવાનો માટે પણ તેઓ પ્રેરણારૂપ સાબિત થયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *