ગોડમધર તરીકે જાણીતા હતા સંતોકબેન.., તેમના પર નોંધાઈ હતી 525 FIR, રસોડું સંભાળનાર મહિલા આવી રીતે બની ડોન…
બોલિવૂડમાં એવી ઘણી બધી ફિલ્મો છે કે જે, સત્ય હકીકત ઘટના ઉપર પણ બનેલી હોય છે. તેમાંથી એક ફિલ્મ “ગોડ મધર” નામની પણ છે. આ ફિલ્મની અંદર શબાના આઝમી ગોડ મધર ની ભૂમિકા ભજવતી જોવા મળે છે. વર્ષ 1999માં આવેલી આ ફિલ્મે તે સમયે છ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.
અત્યારે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આપણે કેમ ફિલ્મની વાતો કરીએ છીએ??, તમને જણાવી દઈએ કે ગોડ મધર ફિલ્મ ઉપર દાવો કરવામાં આવે છે કે, ફિલ્મ સત્ય હકીકત ઘટનાઓ પર આધારિત છે. જેમાં આ ફિલ્મના પાત્ર નું અસલી નામ સંતોકબેન હતું.
સંતોકબેન સારાભાઈ જાડેજા ના ડરને કારણે ગોડ મધર તરીકે પણ ઓળખાતા હતા. લોકો સંતોકબેન ના નામથી પણ ડરી જતાં હતાં. ઘરની અંદર પારિવારિક ઝઘડાને કારણે પણ અને દુશ્મનાવટ ને લીધે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આજ કારણે લોકો કહેતા હતા કે સંતોકબેન ની ઘરની ગટરો માંથી પણ લોહી વહેતું હતું. ખરેખર સંતોકબેન ની ગોડ મધર બનવાની કહાની શું છે, આજે આપણે આ લેખમાં જાણવા જઈ રહ્યા છીએ.
આ વાત 1980ની છે, જ્યારે સંતોકબેન તેના પતિ સમરણ જાડેજા સાથે ગુજરાતના પોરબંદરમાં આવ્યા હતા. સંતોકબેન ના પતિ કામકાજની ની અંદર ભટકતા હતા. ઘણા બધા પ્રયત્નો છતાં, તે સમયે એક મહારાણા મિલના નામથી કાપડની મિલ ચાલતી હતી. તેમાં નોકરી મળી હતી.
પરંતુ જ્યારે તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેનો સામનો એક હપ્તા વસુલી નામની સિસ્ટમથી થઈ હતી. એવું કહેવામાં આવે છે કે ડેબુ બધેર નામ નો એક ગુંડો હતો. જે આ મિલના કામદારોની પાસેથી પૈસા પડાવતો હતો, જેને કારણે આ ગુંડા નો આતંક ખૂબ વધારે હતો.
સંતોકબેન ના પતિ સમરણ જાડેજા એ મિલ માં કામ કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી સંતોકબેન ના પતિ સમરણ જાડેજા નો સામનો ડેબુ બધેર થી થયો હતો. તેમણે સમગ્ર જાડેજા પાસે પૈસા માંગ્યા હતા ત્યારે સંતોકબેન ના પતિએ પૈસા આપવાની ના પાડી હતી. સમરણ જાડેજાએ ના પાડતા તે ડાકુ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. અને તે ડાકુ એ સમરણ જાડેજા પર હાથ ઉપાડ્યો હતો.
ત્યારબાદ સમરણ એ તેનો જવાબ પણ આપ્યો હતો. ત્યારબાદ બંને ની વચ્ચે લડાઈ શરૂ થઈ હતી અને આ લડાઈમાં ડાકુ દેબુ બઘેર એ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ડાકુ ની હત્યા પછી તે ડાકુ જે પણ કામ કરતો હતો તે તમામ કામ જાડેજાના નિયંત્રણમાં આવી ગયું હતું.
આ પછી સમરણ જાડેજા મિલ ની નોકરી છોડીને બીજા કામકાજમાં લાગી ગયો હતો. ત્યારબાદ તે ગેરકાયદેસર દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ધીમે ધીમે તેનો ધંધો ખૂબ જ ઝડપથી વિકાસવા લાગ્યો હતો. જેમ જેમ તેનો ધંધો વધતો ગયો તેમ તેમ સમરણ જાડેજા એ ધીમે ધીમે રાજનૈતિક ક્ષેત્રમાં આગળ વધવાની કોશિશ કરી. પરંતુ ત્યાં સુધીમાં તેમના દુશ્મનો ઘણા બધા બની ચૂક્યા હતા.
આ વાત ડિસેમ્બર ૧૯૮૬ની છે. સમરણ જાડેજા ના વિરોધી દુશ્મન કાલીયા કેશવે સમરણ જાડેજા ને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જે સમયે સમરણ જાડેજા ના નાના ભાઈ ભુરા ને મોટા ભાઈ સમરણ ની હત્યા ની જાણ થઈ ત્યારે, તે તાત્કાલિક લન્ડન થી પોરબંદર આવી ગયો હતો. અને મોટાભાઈના મૃત્યુનો બદલો લેવા માટે તેણે અલગ ગેંગ ઉભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
પરંતુ સંતોકબેન એ તેને આ કામ કરતાં અટકાવ્યો હતો. સંતોકબેન નક્કી કર્યું હતું કે તે પોતે જ ગેંગ ની લગામ સંભાળશે. પછી તો, ઘરનું રસોડું સંભાળનાર સંતોકબેન એ તેની પતિના હત્યારાઓ પર ઈનામ રાખ્યું હતું.
સંતોકબેન એ તેના પતિ ના હત્યારા કાલીયા કેશવ પર અને તેની ગેંગના 14 લોકોને મારવા માટે એક, હત્યા કરવા ના ૧ લાખ રૂપિયા નું ઇનામ જાહેર કર્યું હતું. જેને કારણે કાલીયા કેશવ સહિત તેની ગેંગ ના ૧૪ લોકો માર્યા ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, એવુ કહેવાય રહ્યુ છે કે આ ઘટનામાં એક ગોળી સંતોકબેન એ પણ ચલાવી હતી. જ્યારે આ તમામ હત્યા થઈ ત્યારે આખા પોરબંદરમાં સંતોકબેન નો આતંક છવાયો હતો. અને તેનું નામ ગોડ મધર તરીકે પડ્યું હતું.
સંતોકબેન એ તેના પતિ ના હત્યારાઓ ને મારીને તેણે તેનો બદલો પૂરો કર્યો હતો. અને સાથે સાથે તેના પતિ નો ધંધો પણ સાંભળવા લાગ્યા અને તેને આગળ ધપાવવા લાગી. સંતોકબેન તે સમયે ગરીબ લોકોની મદદ પણ કરતા હતા. જેના કારણે તેમની છાપ થોડા સમયમાં મસીહા ની બની ગઈ. પહેલા સંતોકબેન ના નામથી લોકો ડરતા હતા. પરંતુ હવે તે ગરીબોના મસીહા બની ને આગળ આવ્યા હતા. સંતોકબેન નો આતંક તે સમયે આખા પોરબંદરમાં હતો.
ધીરે-ધીરે સંતોકબેન નો રસ રાજકારણમાં પણ વધવા લાગ્યો હતો. તેમણે 1990ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ ની ટિકિટ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે સંતોકબેન એ ૩૫ હજાર મતોથી ચૂંટણી જીતી લીધી હતી. આ સીટ ઉપર પહેલા કોઈપણ મહિલા ધારાસભ્ય નહોતા. પરંતુ વર્ષ ૧૯૯૫માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
સંતોકબેન એ ભલે રાજકારણ સાથે જોડાય ગયા હોય. પરંતુ સંતોકબેન એ ગુના કિયા પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી. સંતોકબેન ઉપર હત્યા, અપહરણ, કોઈ ની ખંડણી લેવા, જેવા 525 ગુના નોંધાયા હતા. સંતોકબેન એક તરફ રાજનીતિમાં કામ કરતા હતા. અને બીજી બાજુ ગુના કિયા પ્રવૃત્તિ પણ કરતા હતા.
એક સમય એવો આવ્યો જ્યારે, સંતોકબેન ને એક ફિલ્મ વિશે ખબર પડી. જેને જાણીને સંતોકબેન ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને આ ફિલ્મ બીજી કોઈ નહીં પરંતુ ગોડ મધર હતી. સંતોકબેન એ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. અને ઘણા બધા વિવાદો પણ થયા હતા. એવામાં આ ફિલ્મના ડાયરેક્ટર વિનય શુક્લાએ કહ્યું હતું કે આ ફિલ્મ સંતોકબેન ઉપર આધારિત નથી. આ ઝઘડો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો.
તે પ્રમાણે બીજી બાજુ વસંતબેન એવો દાવો કર્યો હતો કે, એવી બીજી મહિલા વિશે જણાવો કે, જે મહેર સમાજ થી આવતી હોય, અને તેના પતિ ની હત્યા નો બદલો લીધો હોય. તે સમયે લેખક મનોહર દેખાઈએ દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેમની નવલકથા પર આધારિત છે. આ મામલે કોટની અંદર બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1996માં ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થયું હતું. અને આ બદલાવ માં ભાજપની સરકાર બની હતી. ત્યારે સંતોક બેનને 16 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી છૂટયા પછી બેન રાજકોટ ગયા હતા. રાજકોટ ગયા પછી ત્યાં તેમણે રાજકારણ ની અંદર સક્રિય થઇ ગયા હતા. પણ સંતોકબેન નું નામ વર્ષ 2005માં બીજેપી કાઉન્સેલરની હત્યા મામલે આવ્યું હતું. જેના લીધે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
સંતોકબેન ની વાત કરીએ તો તેમને ચાર દીકરા છે, એક દીકરો કાંધલ જાડેજા જે સંતોક બેન નો રાજકીય વારસો સંભાળે છે. એ એનસીપીની ટિકિટ લઈને તેના ધારાસભ્ય બન્યા હતા. સંતોકબેન ભલે પોરબંદર થી રાજકોટ આવી ગયા હોય, પોરબંદરમાં એમની છાપ ગોડ મધર તારીખે આજે પણ છે. તેમના બાળકોએ સંતોકબેન ના રાજકીય વારસો સંભાળ્યો હતો.
એમાં જ લેડીઝ એન્ડ તરીકે પ્રખ્યાત સંતોકબેન જાડેજા તેમના જીવનમાં અનેક હુમલામાંથી બચી ગયા હતા. પરંતુ સંતોકબેન જાડેજા હાર્ટ એટેક થી બચી શક્યા ન હતા. 31 માર્ચ ૨૦૧૧ના રોજ સંતોકબેન એ હાર્ટ એટેકના કારણે અંતિમ શ્વાસ લીધા હતા.