CM યોગીએ કહ્યું- સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, કોંગ્રેસે સાધ્યુ નિશાન

CM યોગીએ કહ્યું- સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, કોંગ્રેસે સાધ્યુ નિશાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મને લઇને નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. યોગી આદિત્યનાથ રાજસ્થાનના જાલોર પ્રવાસ પર છે. અહીં શુક્રવારે તેમણે ભીનમાલના નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મને દેશનો રાષ્ટ્રીય ધર્મ ગણાવ્યો હતો.

 

CM યોગીએ કહ્યું અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ. રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે. જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો નાશ થાય છે, ત્યારે તે ફરીથી બનાવવામાં આવે છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે, ભવ્ય મંદિર બની રહ્યું છે. ધાર્મિક સ્થળોના પુનઃસ્થાપન માટે એક અભિયાન ચલાવવું જોઈએ અને તમે આ અભિયાન જોતા જ હશો 500 વર્ષ પછી મોદીજીના પ્રયાસોથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આજે પૂર્ણ થશે. આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. અને હું ખૂબ જ ખુશ છું કે આગામી એક વર્ષમાં રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.

યોગી આદિત્યનાથે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, “આજે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી સાથે રાજસ્થાનના જાલોરમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું ભગવાન શ્રી નીલકંઠ મહાદેવને પ્રાર્થના કરું છું કે તેઓ બધા ભક્તોને ખ્યાતિ અને સમૃદ્ધિ આપે.”

કોંગ્રેસ નેતા ઉદિત રાજે યોગી આદિત્યનાથના આ નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથે કહ્યું કે આપણો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. એટલે શીખ, જૈન, બૌદ્ધ, નિરંકાર, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ સમાપ્ત.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *