Palanpurમાં રહેતા એક નિવૃત કર્મચારીએ સમશાન ગૃહમાં પક્ષીઓ માટે 500 જેટલા ફળાઉ વૃક્ષો વાવીને એક વન ઉભુ કર્યું છે,કાર્ય પ્રેરણા રૂપ…..
આમ તો સ્મશાનમાં જતા પહેલા લોકો સો વાર વિચાર કરતા હોય છે. સ્મશાનનું નામ સાંભળતા જ લોકોના મનમાં અલગ અલગ વિચારો આવી જતા હોય છે પરંતુ એક એવું વ્યક્તિત્વ જેમને સ્મશાનને પોતાનું ઘર બનાવી દીધું છે જેનું નામ છે. ભવાની ભાઈ ખાણેશા. Palanpur શહેરમાં ભવાની ભાઈ ક્યાં હશે તેમ પૂછો ત્યારે એક જ જવાબ મળે કે તે સ્મશાનમાં છે. ભાવનીભાઈએ સ્મશાનમાં પક્ષીઓ માટે ફળાઉ વૃક્ષો વાવીને સમગ્ર પાલનપુર સહિત જિલ્લામાં સેવા સુવાસ ફેલાવી છે.
અગાઉ અંતિમધામ બંજર જોવા મળતું હતું
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ વય નિવૃત્ત થનાર ભવાનીભાઈ ખાણેસાએ નિવૃત્તિ પછીનો સમય વૃક્ષો વાવવામાં અને તેનો ઉછેર કરવામાં વિતાવી રહ્યા છે. હાથમાં પાવડો પાણી અને પાણી ની ડોલ સાથે દિવસમાં એકવાર એક એક કરીને 500 વૃક્ષ પાસે જઈને તેનું જતન કરવા માટેની મહેનત કરી રહ્યા છે. Palanpurમાં હિન્દુ સમાજ દ્વારા બનાવવામાં આવેલું અંતિમધામ બંજર જોવા મળતું હતું.
ફળાઉ વૃક્ષોનું એક વન તૈયાર કર્યું
ત્યારે ભવાનીભાઈ ખાણેશા દ્વારા તેમના ચાલતા વન વગડો ગ્રુપના સહયોગ થકી આ અંતિમધામમાં વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું બીડું ઝડપી જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ અલગ અલગ ફાળવ વૃક્ષો વાવતા ગયા અને આજે ફળાઉ વૃક્ષોનું એક વન તૈયાર કર્યું છે .
આ પણ વાંચો : PPF : આ સરકારી સ્કીમ તમને પણ બનાવી શકે છે કરોડપતિ,જાણો …..
છેલ્લા પાંચ વર્ષથી સતત સવારે 06:00 વાગ્યાથી રાત સુધી સ્મશાનમાં રહીને વૃક્ષો વાવવાથી લઈ તેને પાણી આપવાનું દવા આપવાનું તે સહિતના કામો દિવસભર સ્મશાનમાં રહીને કરી રહ્યા છે.
5 વર્ષ થી મહેનત ફળી
આ વનમાં જામફળ, સીતાફળ, સેતુર, આંબા જાંબુ, આંબળા સહિત અનેક પ્રકારના ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે. પક્ષીઓ ફળ ખાઈ શકે અને આ જગ્યા એ આરામથી રહી શકે તે માટે ભવાનીભાઈએ 5 વર્ષ થી મહેનત કરી રહ્યા છે. 500 થી વધુ વૃક્ષો તૈયાર થઈ ગયા છે અને હજુ પણ આવનારા સમયમાં એક 1008 વૃક્ષો આ સ્મશાનમાં તૈયાર કરવાના છે. તેઓએ દરેક લોકોને પોતાના ઘરે ફળાવ વૃક્ષો વાવવા જોઈએ. તેવો સંદેશ પાઠવ્યો હતો.
more article : Suratના પાલનપુર પાટિયા પાસે સામૂહિક આત્મહત્યાની ઘટના ,એક જ પરિવારના 7 લોકોએ એકસાથે આત્મહત્યા કરી….