Sambarkantha : ગુજરાતનો કરોડપતિ ભંડારી પરિવાર સંયમના માર્ગે, દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા પણ દીક્ષા લેશે….

Sambarkantha : ગુજરાતનો કરોડપતિ ભંડારી પરિવાર સંયમના માર્ગે, દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા પણ દીક્ષા લેશે….

Sambarkantha : જૈન સમાજમાં દીક્ષા એક એવું તપ છે, જે વ્યક્તિને સંયમ શીખવાડે છે. ગમે તેવી સુખસાહ્યબી હોય, પણ એક દિવસ તો છોડીને જવાનું જ છે, તો પછી આજે કેમ નહિ. સાંબરકાંઠાના એક ઉદ્યોગપતિ પરિવાર કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડ્યો છે. ઉદ્યોગપતિ પરિવારના દીકરા અને દીકરીએ દીક્ષા લીધા બાદ હવે માતાપિતાએ પણ દીક્ષા લેવાનું મન બનાવ્યુ છે. સાબરકાંઠાના ભાવેશ ભંડારી અને તેમની પત્ની જીનલ ભંડારી અમદાવાદમાં દીક્ષા લેશે. જોકે, આ સાથે કુલ 36 લોકો એકસાથી દીક્ષા લેવાનો મહાપ્રસંગ અમદાવાદના આંગણે યોજાવાનો છે.

ભંડારી પરિવારે મોહમાયા ત્યજી

Sambarkantha : ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટી ત્યજીને ભાવેશ ભંડારીનો સમગ્ર પરિવાર સંસાર છોડીને સંયમના માર્ગે નીકળી પડ્યો છે. ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારી આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારી, જીનલ ભંડારી સહિત 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે. ભાવેશભાઈના 16 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રીએ પણ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી, ત્યારે હવે આખો પરિવારે સંસાર ત્યજી દીધું છે.

કેવી રીતે લેવાય છે દીક્ષા

Sambarkantha : જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે.

સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.

Sambarkantha : જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે.

Sambarkantha : વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.

more article : Astro Tips : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *