Salangpur : આ ધૂળેટીએ સાળંગપુરમાં 51,000 kg રંગના 80 ફૂટ ઉંચા 400 બ્લાસ્ટ કરાશે, સંતો અને 1 લાખથી વધુ ભક્તો દાદાની ભક્તિના રંગે રંગાશે..
Salangpur : વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરમાં આ 25 તારીખે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ માટે મંદિરના સંતો અને સેવકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ રંગોત્સવ માટે 51 હજાર કિલોથી વધુ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. આ ભવ્ય રંગોત્સવની વિશેષતા અંગે અમે તમને અહીં ઇન્ફોગ્રાફિક્સ દ્વારા જણાવી રહ્યા છીએ.
Salangpur : શ્રી સાળંગપુર ધામમાં યોજાઇ રહેલા હોળીના ભવ્ય મહોત્સવમાં પ,પૂ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા મુજબ સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.સાત પ્રકારના સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાઉડર કલર ઉપયોગ કરવામાં આવશે. જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ નહિ પડે.
ખાસ કરીને આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલનો 60 ઢોલીઓનો સેટ ઢોલના તાલે હજારો લોકોને નચાવશે અને ધબધબાટી બોલાવશે.
આ પણ વાંચો : હોળી 2024 : પરિણીત મહિલાઓ તેમની પ્રથમ હોળી તેમના માતાપિતાના ઘરે શા માટે ઉજવે છે? માન્યતાઓ શું કહે છે તે જાણો..
Salangpur : ધૂળેટીના આ ભવ્ય મહોત્સવમાં 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવશે.અને એ લગભગ લગભગ 60 થી 70 ફૂટ જેટલા ઊંચા જશે અને મંદિર પ્રાંગણમા રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી હોળીનું ભવ્ય સેલિબ્રેશન કરાશે.
દાદાના આ ભવ્ય હોળીના મહોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ ૧૦,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે.
Salangpur : પરમ પૂજ્ય શ્રી હરિ પ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવમ કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં – દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ ભવ્ય હોળી ઉત્સવ 2024 ખૂબ જ આધ્યાત્મિક અને ભવ્યતાથી ઉજવાશે.
આ પણ વાંચો : હોળી 2024 : પરિણીત મહિલાઓ તેમની પ્રથમ હોળી તેમના માતાપિતાના ઘરે શા માટે ઉજવે છે? માન્યતાઓ શું કહે છે તે જાણો..
હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને ડેકોરેશન કરવામાં આવશે અને મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવશે.
Salangpur : હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધારશે.
more article : Tapkeswar Mahadev : આ છે ગુજરાતનું મીની અમરનાથ જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ