Salangpur : હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ બતાવતા સાળંગપુરમાં મોટો વિવાદ, મોરારી બાપુએ કહ્યું કે મે પહેલા કીધુ તુ…
હનુમાનજી મહારાજને ભગવાન સ્વામીનારાયણના દાસ તરીકે દર્શાવતાં વિરોધ, લોકો આક્રમક…
Salangpur હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતીમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. આની અંદર સ્વામીનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે.
આ શિલ્પમાં સ્વામીનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવું ચિત્ર બતાવાતાં હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી છે. આ ગરમાયેલા મામલાને થાળે પાડવા લડતાલ સ્વામીનારાયણ ટ્રસ્ટની મિટિંગ આજે મળવાની હતી પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી.
Salangpur હનુમાનજી મંદિરે અંકિત કરવામાં આવેલી કેટલીક ભીંત કૃતિઓ મૂળ ધાર્મિક વાતો કરતા વિપરીત રીતે દર્શાવવામાં આવી હોવા બાબતે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકા કરી વિરોધ શરૂ કરવામાં આવતા વિવાદના બીજ રોપાયા છે.
મૂળભૂત વાતોને તોડી મરોડીને રજૂ કરી
Salangpur હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછીના ચોગાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે.
આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠાં હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા બાદ વિવાદ ઉઠ્યો છે.
આ પણ વાંચો : Surat : પુત્ર-પુત્રી બાદ હીરાના વેપારી પણ પત્ની સાથે સંયમના માર્ગે જશે, જેગુઆર કારમાં દીક્ષા મુહુર્ત લેવા પહોંચ્યા
સનાતન સંસ્કૃતિનું અપમાન
આ મુદ્દો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરવામાં આવી છે.
સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. જો આમ જ આવનારી પેઢી એમ જ માનશે કે હનુમાનજી મહારાજ ભગવાન રામના નહીં પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. તેમ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી વિવાદ ચાલ્યો છે.
હું બોલ્યો હતો ત્યારે મને કોઇએ સાથ ન આપ્યો: મોરારીબાપુ
આ બાબતે મોરારિબાપુએ નિવેદન આપ્યું હતું કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો.
more article : ખુબ પ્રાચીન ઈતિહાસ છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો ! જાણો સાળંગપુરના દાદા વિશે સાથે જોડાયેલ અનેક એવી વાતો….