સાળંગપુર શ્રીકષ્ટભંજન દાદાને અખાત્રીજ નિમિતે કેરીનો કરાયો દિવ્ય શણગાર…દાદાના દર્શને ઉમટી પડ્યા લાખો ભક્તો…

સાળંગપુર શ્રીકષ્ટભંજન દાદાને અખાત્રીજ નિમિતે કેરીનો કરાયો દિવ્ય શણગાર…દાદાના દર્શને ઉમટી પડ્યા લાખો ભક્તો…

ખાત્રીજ નિમિતે સાળંગપુર સ્થિત હનુમાનજીને કેરીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તહેવારો પ્રમાણે હનુમાન દાદાને અલગ અલગ વાઘા અને ફળોનો શણગાર કરવામાં આવતો હોય છે.

હનુમાનજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. કેરીનો મનોહર શણગારમાં હનુમાન દાદાના ઔલોકીક દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

વિશ્વવિખ્‍યાત સાળંગપુરધામમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે દાદાને દિવ્‍ય વાઘનો શણગાર કરી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા અને દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યું છે.

સવારે 7 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે 11.15 કલાકે કેરીનો અન્‍નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો salangpur Hanumanji- official યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્‍યક્ષ લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવિધ તહેવાર પ્રમાણે અને ઋતુ પ્રમાણે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અવનવા શણગાર કરવામાં આવતા હોય છે. આજથી લગભગ બે અઠવાડિયા પહેલાં હનુમાન જયંતિના દિવસે પણ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

પીળા રંગના સાફા સાથે બાળ હનુમાનજીનું રુપ તૈયાર કરાયા હતા.

ભક્તો આ બાળ હનુમાનના આ દિવ્ય મુરતના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. હનુમાનજીના જન્મોત્સવને લઇને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *