સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને કરવામાં આવ્યો ૫૦૦ કિલો બટાકાનો શણગાર, અહી કરો દાદાનાં આ વિશિષ્ટ રૂપના ખાસ દર્શન..
સારંગપુર હનુમાનજી મહારાજ કે જેને આપણે કષ્ટભંજન દેવનાં નામથી પણ ઓળખીએ છીએ. હનુમાનજી ફક્ત તેમના મંદિરમાં આવતા ભક્તોનાં જ નહીં, પરંતુ દુનિયાનાં કોઈ પણ ખુણામાં બેઠેલા ભક્તોના દુઃખ શ્રદ્ધા અને આસ્થાથી દુર કરી દેતા હોય છે, એટલા માટે જ તેમને કષ્ટભંજન કહેવામાં આવે છે. કષ્ટભંજન દેવનું ધ્યાન માત્ર કરવાથી જ જીવનમાં રહેલી તમામ દુઃખ દર્દ અને પીડા દુર થઈ જાય છે. પરેશાનીનાં સમયમાં હનુમાનજી ને ફક્ત યાદ કરવાથી જ જીવનમાં રહેલી તમામ પરેશાની દુર થાય છે.
હિન્દુ ધર્મમાં મંગળવાર અને શનિવાર નો દિવસ હનુમાનજીનો માનવામાં આવે છે. એટલા માટે જ મંગળવાર અને શનિવારનાં દિવસોમાં ભક્તો હનુમાનજીની વિધિવત પુજા-અર્ચના કરતા હોય છે. આજનાં આ લેખમાં અમે તમને સાળંગપુર ધામનાં કષ્ટભંજન હનુમાનજીનાં દિવ્ય શણગારનાં અમુક ફોટા બતાવવાના છીએ, જેના દર્શન કરીને તમે ભવ્યતાનો અનુભવ કરશો.
વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ તથા સતામૃત મહોત્સવ, સાળંગપુર ધામનાં ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું હતું, જેના અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવ ને ૫૦૦ કિલો બટેટાનો શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર મંદિરમાં પરમ પુજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી ના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજન દેવની સવારના ૫:૩૦ વાગ્યાનાં સમયે દિવ્ય મંગળા આરતી કરવામાં આવી હતી તથા તેની સાથો સાથ કષ્ટભંજન દેવ ને બટેટાનો વિશેષ શણગાર કરવામાં આવેલો હતો.
ત્યારબાદની આરતી એટલે કે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી દ્વારા કરવામાં આવેલી હતી. કષ્ટભંજન દેવ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત તેમને લાલ બટેટા નો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દેવનાં સિંહાસન ઉપર બટેટાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના ફોટાઓ હાલના સમય સોશિયલ મીડિયા ઉપર છવાયેલા છે.
તેની સાથો સાથ શ્રી કષ્ટભંજન મંદિરમાં મારુતિ યજ્ઞનો પણ આયોજન કરવામાં આવેલ હતું. આ યજ્ઞના દર્શનનો લાભ લાખો લોકોએ લીધેલો હતો. મંદિર દ્વારા કરવામાં આવેલો બટેટાનો શણગાર ખુબ જ ભવ્ય અને દિવ્ય દેખાઈ રહ્યો હતો.