Salangpur : હવે અમદાવાદથી દાદાના સાળંગપુર પહોંચાશે માત્ર 40 મિનિટમાં, શરૂ કરાશે હેલિકોપ્ટર રાઇડ, જાણો રેટ

Salangpur : હવે અમદાવાદથી દાદાના સાળંગપુર પહોંચાશે માત્ર 40 મિનિટમાં, શરૂ કરાશે હેલિકોપ્ટર રાઇડ, જાણો રેટ

Salangpur : અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવાની છે. ત્યારે યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ તૈયાર કરાયા છે.

Salangpur  : અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે. ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે.

આ પણ વાંચો : Umia Mata : અમદાવાદનાં મહિલા ભક્તે ઊંઝા ઉમિયા માતાને 54 ગ્રામ સોનાનો હાર અર્પણ કર્યો, ચૈત્રી પૂનમે એક લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યાં..

હવે હેલિકોપ્ટરથી જઈ શકાશે સાળંગપુર

Salangpur  : યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરશે ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, મે મહિનામાં આ સર્વિસ શરૂ થતા યાત્રાળુઓને ઘણો ફાયદો થશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે.

Salangpur  : પ્રાથમિક માહિતી મુજબ, આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું આ હેલિકોપ્ટર રહેશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે સાળંગપુર પહોંચવું ઘણું સરળ બની જશે.

more article : Surat : સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *