Salangpur : 1000 રૂમ, 40 સ્યૂટ, ચાર હજાર લોકો આરામથી જમી શકે તેવી વ્યવસ્થા: કિંગ ઑફ સાળંગપુર મૂર્તિની નજીક ભક્તો માટે ઊભી થઈ રહી છે આ સુવિધા…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ Salangpurની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યું છે.
20 વિઘામાં પથરાયેલાં પતંગિયા જેવી ડિઝાઈવાળા આ ગેસ્ટ હાઉસમાં એકસાથે 4 હજારથી વધુ લોકો આરામથી રહી શકશે. ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઈનવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જાણો યાત્રિક ભવનની વિશેષતાઓ
Salangpur ખાતે આકાર લઈ રહેલ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનના આખા બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યૂટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો સામાન સાથે બેસી શકશે.
આ પણ વાંચો : Akshar Mandir : ગોંડલ અક્ષર મંદિરમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯મા અક્ષર જન્મોત્સવની ઉજવણી
100 ટકા ભૂકંપપ્રુફ હશે બિલ્ડિંગ
કુલ 1, 80, 000 સ્ક્વેરફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આખું બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે, જે 100 ટકા ભૂકંપપ્રુફ હશે. એટલું જ નહીં બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો એની અંદર રહેલી વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત બિલ્ડિંગની ઇન્સાઇડમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.
બનાવવામાં આવશે હાઈટેક કંટ્રોલ રૂમ
160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલા રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વાયરી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે, જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનારા વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં, દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા પણ હશે.
તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40,000 સ્ક્વેરફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે એ માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત એની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે.
1000થી વધુ હશે રૂમ
નવું બની રહેલ ગેસ્ટહાઉસની સૌથી મોટી ખાસિયત છે કે, એક જ બિલ્ડિંગમાં એક હજારથી વધુ રૂમ છે. તમામ રૂમમાંથી મંદિર, ભોજનાલય અને તળાવના સરસ વ્યૂ જોવા મળશે. આ સાથે જ તમામ રૂમ ફુલ હવા-ઉજાશવાળા હશે. આખું બિલ્ડિંગ તૈયાર થયા બાદ રાજમહેલ જેવું દેખાશે.
more article : Salangpur : ખુબ પ્રાચીન ઈતિહાસ છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો ! જાણો સાળંગપુરના દાદા વિશે સાથે જોડાયેલ અનેક એવી વાતો….