સાળંગપુર માં મુકવામાં આવી રહી છે હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ,તસવીરો માં કરો દર્શન..
સુપ્રસિદ્ધ સાળગપૂર કષ્ટભજન હનુમાનજી મંદિરે મંદિર વિભાગ દ્વારા 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટની વિશાલ પ્રતિમા બની રહી છે જેને લઈ રાજસ્થાન થી પથ્થર લાવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી મોટો પથ્થર 210 ટન નો સાળગપુર આવા નીકળી ગયો છે.
મોરબીની જેમ હવે બોટાદ સાળંગપુર ખાતે પણ હનુમાનજીની વિરાટ મૂર્તિના દર્શન થાય તો નવાઇ નહિ જી હા સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.
જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં દેશ વિદેશ થી હરિ ભક્તો દર્શન માટે આવે છે અને કહેવાય છે.
શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ ત્યારે અહીં દર્શને આવતા હરિ ભક્તો માટે મંદિર વિભાગ દ્વારા એક વિશાળ 54 ફૂટની હનુમાન જી ની પ્રતિમાં બનાવાનું નક્કી કર્યું છે જેનું કામ હાલ મંદિરના પાછળના ભાગમાં ચાલી રહ્યું છે.
જ્યાં દિવસ અને રાત કારીગરો દ્વારા મૂર્તિ બનાવાનું કામ ચાલી રહ્યું છે હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં ચાલી રહ્યું છે આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી.
સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે આ પ્રોજેક્ટનું કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે ત્યારે જાણીએ કિંગ ઑફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાઓ વિશે દિવાળી આસપાસ જો તમે સાળંગપુર જશો તો 7 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની વિરાટ મૂર્તિનાં દર્શન થશે.
હા સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભા બનશે.
મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ.
આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે આ પ્રોજેક્ટનું કિંગ ઓફ સાળંગપુર નામ શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આપ્યું છે.
સાળંગપુર મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવશે 62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે.
ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે જ્યાં લાઇટ સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે 1500 લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે 30 હજાર કિલોની પંચધાતુની મૂર્તિ હશે.
અંદરનું સ્ટ્રક્ટર સ્ટીલનું બનેલું હશે ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય પંચધાતુની થિકનેસ 7.0mm 5 હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે 3D પ્રિન્ટર,3D રાઉટર અને CNC મશીનનો કરાશે ઉપયોગ હનુમાન જયંતિ પછી શરુ કરવામાં આવ્યુ છે.
કામ 3-4 સ્ટેપમાં મૂર્તિ કરવામાં આવશે સ્થાપિત 14 ઑક્ટોબરથી શ્રદ્ધાળુ કરી શકશે દર્શન શું છે મૂર્તિની વિશેષતાઓ? મૂર્તિની ઉંચાઈ 54 ફૂટ અને 4 ફૂટ બેઝમેન્ટમાં 24 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ જાડાઈ ગદાની ઉંચાઈ 24 ફૂટ.
અને પહોળાઈ 13 ફૂટ મૂર્તિ માટેના પથ્થરનું વજન 210 ટન બ્લેક ગ્રેનાઈટ રાજસ્થાનના ભીલવાડાથી મગાવાયો મૂર્તિમાં 750 ટન બ્લેક ગ્રેનાઈટ વપરાશે 3.5 કરોડ રૂપિયામાં પ્રતિમા તૈયાર થશે હજાર વર્ષ સુધી પ્રતિમાનું અસ્તિત્વ રહેશે મૂર્તિને કુલ 8થી 10 ભાગમાં બનાવાશે અને 80થી 100 શિલ્પકારો કામ કરશે.